વિરોધ પ્રદર્શન:પાદરામાં પંજાબની ઘટનાને લઇ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઘટના વખોડાઇ

પાદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિરોજપુર ગયેલા વડાપ્રધાન મોદીના કાફલાને રોકતા પોસ્ટરો-સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન

પાદરાના મહુવડ ચોકડી પાસે પંજાબના ફિરોજપુર ખાતે સંબોધન કરવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવામાં આવતા સુરક્ષામાં ગંભીર પ્રકારની બેદરકારી બહાર આવી છે. અને સમગ્ર દેશમાં ઘટનાની ભારે નિંદા થઈ છે. ત્યારે પાદરા શહેર તાલુકામાં ભાજપાના કાર્યકરોએ આ ઘટનાને વખોડી વડાપ્રધાન મોદીની સલામતી જળવાઈ રહે અને તેમને ભગવાન દીર્ઘાયુસ્ય અર્પે તેવી પ્રાર્થના પોત પોતાની રીતે ભાજપાના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. વિવિધ પોસ્ટર અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પંજાબની મુલાકાતે પહોંચ્યા હતા. તે સમયે કેટલાક પ્રદર્શનકારો દ્વારા તેમનો રસ્તો રોકતા કાફલો 15થી 20 મિનિટ રોકાઇ ગયો હતો. જેના પગલે નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ઘણિ ચુક જોવા મળી હતી. તેને લઈને પાદરા મહૂવડ ચોકડી ખાત વિરોધ પ્રદર્શન કરાયું જેમાં બરોડા ડેરી ચેરમેન તથા પૂર્વ ધારાસભ્ય દીનુમામા, શહેર પ્રમુખ, યુવા મોરચા, બક્ષીપંચ મોરચા સહિતના પ્રમુખો, ઉપપ્રમુખો, મંત્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...