તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પાદરા શહેર - તાલુકા ભાજપા દ્વારા ભાજપના સ્થાપના દિવસની ઉજવણી

પાદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાદરા શહેર તાલુકા ભાજપ દ્વારા મંગળવારે પ્રમુખસ્વામી ટાઉનહોલ ખાતે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. - Divya Bhaskar
પાદરા શહેર તાલુકા ભાજપ દ્વારા મંગળવારે પ્રમુખસ્વામી ટાઉનહોલ ખાતે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
 • આરોગ્ય કર્મચારીઓ, દિવ્યાંગોનું સન્માન કરી બાળકોને કિટનું વિતરણ
 • નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાજંલિ અર્પણ કરાઈ

પાદરા શહેર તાલુકાના ભાજપા દ્વારા ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જૂના જન સંધી કાર્યકર સ્વ.કિશનભાઈ પરનામીને યાદ કરીને જૂના જનસંધી કાર્યકરો તેમજ ગુજરાત પ્રદેશ ભાજપમાં નવ નિયુક્ત થયેલા આમંત્રિત સભ્ય ચોકારીના લાલજીભાઈ પઢીયાર અને કોરોના વોરિયર્સ તમામ પત્રકારો, આરોગ્ય કર્મચારીઓ, દિવ્યાંગોનું સન્માન કરી બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા જીવંત પ્રસારણ પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમજ અધ્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત સૌ લોકોએ નિહાળ્યું હતું. નક્સલી હુમલામાં શહીદ થયેલ જવાનો ને શ્રદ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી. સરકારની કોરોના ગાઈડ લાઈન મુજબ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

6 એપ્રિલે પાદરાના પ્રમુખસ્વામી ટાઉનહોલ ખાતે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમ માજી ધારાસભ્ય દિનુંમામાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાદરા નગરપાલિકાના પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા, ઉપપ્રમુખ દેવ્યાનીબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા સહિત નગરપાલિકા અને તાલુકા પંચાયતના સદસ્યો તાલુકાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો ભાજપના મહામંત્રી શૈલેશ સ્વામી, પાદરા શહેર ભાજપ પ્રમુખ કૌશિકભાઈ પટેલ, બજાર સમિતિના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, માજી પ્રમુખ પરેશ ગાંધી, જિલ્લા મહામંત્રી અંજુબેન ગોહિલ, જિલ્લા યુવા મોરચા મંત્રી હન્શાલ પંડ્યા સહિત પૂર્વ તાલુકા પ્રમુખ લાલજીભાઈ પઢીયાર સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દરમિયાન જૂના જંગી કિશનલાલ પરનામી યાદ કરીને જૂના જન સંઘી જાસપુરના રજનીભાઈ બ્રહ્મભટ્ટ પાદરાના ભરત દરજી તમામ પત્રકારો, આરોગ્ય કર્મચારીઓને સાલ ઓઢવી તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે સાથે ગુજરાત પ્રદેશ ભાજપામાં નવ નિયુક્ત થયેલા આમંત્રિત સભ્ય તરીકે ચોકારી ગામના લાલજીભાઈ પઢીયાર વકીલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તે સાથે દિવ્યાંગ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શૈલેષ સ્વામીના જણાવ્યા મુજબ ભૂમિ સુપોષણ અંતર્ગત છેલ્લા 10 વર્ષથી સજીવ ખેતી કરનાર જસ્પુરના અભેસિંહ વાઘેલાનું સન્માન કરેલ હતું. રાષ્ટ્રપતિ એવોર્ડ સન્માનિત ડાન્સના કલાકાર કમલેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. માજી ધારાસભ્ય દિનુમામાને જણાવ્યું હતું કે ભાજપા પાર્ટી નો કાર્યકર્તા ભાજપા પાર્ટીની મૂડી છે. દરેક કાર્યકરોએ સરકારની વિવિધ યોજનાઓ ગામડાની દરેક ગરીબ વ્યક્તિ સુધી પહોંચે તે માટે દરેક કાર્યકરે મહેનત કરી છે અને મહેનત કરતા રહેશે. કોરોના મહામારીમાં કોરોના રસી અભિયાન હેઠળ રસીકરણ અભિયાન દ્વારા લેવામાં આવે તે માટે ઉપસ્થિત સૌ ભાજપના હોદ્દેદાર કાર્યકરો આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો