તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પાદરા ભાજપના પ્રમુખ અને વડોદરા જિલ્લા મહિલા મંત્રીના પતિની જાહેરમાં તૂ તૂ મેં મેં

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરા શહેર પ્રમુખ કૌશિકભાઈ પટેલ અને જિલ્લા મંત્રી અંજુબેનના પતિ વિજયભાઈ ગોહિલ સામાન્ય સભાના  મંચ પર જ તૂ તૂ.. મેં.. મેં.. થઈ હતી - Divya Bhaskar
પાદરા શહેર પ્રમુખ કૌશિકભાઈ પટેલ અને જિલ્લા મંત્રી અંજુબેનના પતિ વિજયભાઈ ગોહિલ સામાન્ય સભાના મંચ પર જ તૂ તૂ.. મેં.. મેં.. થઈ હતી
  • પાદરા શહેર ભાજપ પ્રમુખ દ્વારા જિલ્લા મંત્રીની અવગણના કરાતી હોવાના આક્ષેપ
  • શુક્રવારે પાદરા નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી

શુક્રવારના રોજ પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે પાદરા નગર પાલિકાની પ્રથમ મળેલી સામાન્ય સભામાં વિવાદ થયો હતો. જેમાં સામાન્ય સભા પૂર્ણ થયા બાદ મંચ પર જ વડોદરા જિલ્લા ભાજપના સંગઠનના મંત્રી અંજુબેન ગોહિલના પતિ વિજય ગોહિલે પાલીકાના સભા સ્થળે જાહેરમાં હોબાળો મચાવ્યો હતો. અને પાદરા શહેરના પ્રમુખ કૌશિક પટેલ સામે ખુલ્લા આક્ષેપો કર્યા હતા કે તેઓ દ્વારા આમંત્રણ આપવામાં આવતું નથી અને આજે મહત્વની પાલીકાની મીટીંગ હોવા છતાં પણ પાદરા શહેર ભાજપના પ્રમુખ કૌશિક પટેલ દ્વારા જિલ્લાના મંત્રીની સતત અવગણા કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે સભામાં હોબાળો મચાવ્યો હતો.

સભા પૂર્ણ થતાંની સાથે જ પાદરા શહેર ભાજપના પ્રમુખ અને જિલ્લા ભાજપના ​​​​​​​મંત્રીના પતિ વચ્ચે વિવાદ થતા જૂથબંધી સ્પષ્ટ નજરે પડી હતી. આક્ષેપો અંગે પાદરા શહેર ભાજપના પ્રમુખ કૌશિકભાઈ પટેલે તેઓને પણ આ મીટિંગનો મેસેજ નહિ મળ્યો હોવાનું જણાવી લુલો બચાવ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વની નંબર એક રાજકીય પાર્ટી ભાજપામા પાદરામા વારંવાર જૂથબંધી નજરે પડે છે. પરંતુ ઉચ્ચ કક્ષાએ હંમેશા સબ સલામતના દાવા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો