તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાદરાના લતીપુરા ગામના પાલખીપુરાના સીમ વિસ્તારમાં ખેતરોમાં રહેતા 100 જેટલા મકાનોમાં રહેતા ગ્રામજનોને છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો સંપૂર્ણ ખોરવાતા રોષે ભરાયેલા ગ્રામજનોએ પાદરા વીજ કંપની ઓફિસ પર હલ્લો મચાવી ભારે સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો.પાદરાના લતીપુરા ગામના પાલખીપુરા વિસ્તારમાં ખેતર વિસ્તારોમાં આશરે 100 ઉપરાંત લોકો રહે છે. જેઓના મકાનોમાં છેલ્લા 3 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા તેઓના જન-જીવન પર તેની અસર જોવા મળી છે.
જેમાં પીવાના પાણી સહિત હાલના ઉનાળાની ગરમીમાં દયનિય હાલત રહીશોની થવા પામી છે.છેલ્લા ત્રણ દિવસ થી વીજ પુરવઠો ખોરવાયો હોવા છતાં વીજ કંપનીનું રેઢીયાળ તંત્રને ગ્રામજનોની જાને કાંઈ પડી ન હોય તેમ તેઓ ને વીજ પુરવઠો આપવામાં ઉની ઉતરતા, ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા. ગ્રામજનો, સ્થાનિક સરપંચ અને જિલ્લા પંચાયત સદસ્યના પતિ સાથે મહિલાઓએ વીજ કંપની પર હલ્લાબોલ કરીને વીજ કંપની સામે આક્ષેપો કરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. તત્કાલ વીજ સપ્લાયમાં સર્જાતી ખામીઓનું સમારકામ કરવા જણાવ્યું હતું.
ત્યારે સીમ વિસ્તારમાં રહેતા ગ્રામજનોની દયનીય હાલત બનવા છતાં કોઈ અધિકારીઓ કે કોઈ જવાબદાર પણ નહીં મળતા હોવાના આક્ષેપ સામાજિક કાર્યકરે કર્યા હતા.જ્યારે વીજ કંપનીના લતીપુરા વિસ્તારના હેલ્પર આ વિસ્તારમાં TCનો ફોલ્ટ થયો હોવાનું જણાવી ફરજ પરથી છટકી ગયા હતા.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.