તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવ્યવસ્થા:પાદરામાં કોવિડ વેક્સિનની અછત સર્જાતાં લોકોમાં રોષ

પાદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાદરામાં રસીકરણ કેન્દ્રો પર વેક્સીનનો સ્ટોક નાં હોવાથી લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો. - Divya Bhaskar
પાદરામાં રસીકરણ કેન્દ્રો પર વેક્સીનનો સ્ટોક નાં હોવાથી લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો.
 • નગરના રસીકરણ કેન્દ્રો પર સ્ટોક નહિ હોવાના બોર્ડ પણ મારવામાં આવ્યા
 • વેક્સિનેશન સેન્ટરોમાં ત્રણ દિવસથી સ્ટોક નહિ હોવાથી લોકોને ધક્કા

પાદરામાં કોવિડ વેક્સિનની અછત સર્જાતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાદરા નગર તેમજ તાલુકાના પીએચસી ખાતે કોવિડ વેક્સિનેશન સેન્ટરોમાં પૂરતો સ્ટોક નહિ હોવાથી લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. છેલ્લા બે થી ત્રણ દિવસ પાદરા નગરના રસીકરણ કેન્દ્રો પર સ્ટોક નહિ હોવાના બોર્ડ પણ મારવામાં આવ્યા છે. જેને લઇ વેક્સિનેશન માટે આવનાર સિટીઝનોને હાલાકી વેઠવાનો અને ધક્કા ખાવાનો વારો આવતાં રોષની લાગણી ફેલાઈ છે.

પાદરામાં 18 વર્ષની વધુ ઉંમરની વ્યક્તિઓને કોવિડ વેક્સિન આપવામાં આવતી નથી. પરંતુ નગર તાલુકાના વધુ ઉંમર ધરાવતા અને વેક્સિનનો બીજો ડોઝ લેવા આવનાર લોકો માટે પણ પાદરામાં વેક્સિન નહીં હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. પાદરાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે કે પાદરામાં છેલ્લા ત્રણ દિવસથી તેઓ રસી મુકવા માટે અલગ-અલગ કેન્દ્રો પર ધક્કા ખાઇ રહ્યા છે.

તપાસ કરતાં તમામ કેન્દ્રો પર માત્ર રસીકરણ કરતો સ્ટાફ હાજર હોય છે પરંતુ રસી હોતી નથી. ત્યારે કેટલાક કેન્દ્ર બહાર “આજે રસી નથી” હોવાનું પણ લખવામાં આવ્યું હતું. રોજ 100 જેટલી વેક્સિન નો જત્થો આપવામાં આવે છે તે તમામ લોકો અહીંથી રસી મુકાવ્યા વિના પાછા ફરે છે.

4 દિવસથી રસી મૂકાવવા આવું છું પણ ધક્કા થાય છે
છેલ્લા ત્રણથી ચાર દિવસથી રસી મુકાવવા માટે ઝંડા શાળામાં આવું છું પરંતુ સ્ટાફ દ્વારા આજે રસી નથી એટલે કાલે આવજો તેમ કેહવામાં આવે છે. આ કેન્દ્ર પર રસી નાં હોવાથી અમે અન્ય સેન્ટર પર પહોચ્યા હતા પરંતુ ત્યાં પણ રસી ના હતી. > રાજુભાઈ સોની, સ્થાનિક રહીશ

એક તરફ સરકાર રસીકરણ માટે કહે છે અને અહીં સ્ટોક જ નથી
મારે બીજો ડોઝ લેવાનો છે ગત 30 તારીખે અમે આવ્યા તો કહ્યું કે રસી નથી, કાલે આવજો તેમ કહેતાં ગઈ કાલે 1 તારીખે અમે ગયા ત્યારે પણ કેહવામાં આવ્યું કે આજે પણ રસીનો સ્ટોક નથી આવ્યો એટલે કાલે આવજો. આજે 2 તારીખે અમે વહેલા આવીને બેઠા તો પણ સ્થિતિ તે જ છે. એક તરફ સરકાર 18થી વધુ વયના લોકોને રસીકરણ માટે તૈયારી બતાવી રહી છે અને અહિયાં સ્ટોક જ નથી. > વિનય ભટ્ટ, સ્થાનિક રહીશ

પાદરામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3430 પર પહોંચી ગઈ
પાદરામાં રવિવારે વધુ 5 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. આ સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા 3430 પર પહોંચી ગઈ છે. જ્યારે પાદરા આરોગ્ય તંત્રે રવિવારે કોઈ મોત કોરોનાના કારણે થયા નથી તેમ દર્શાવેલ છે પરંતુ રવિવારે કોરોનાના શંકાસ્પદ 15 લોકોના મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે.

પાદરામાં 24 કલાકમાં 385 સેમ્પલ લેવાયા હતા જેમાં 5 કોરોના પોઝિટિવ આવ્યા હતા અને 380 નેગેટિવ આવ્યા હતા. પાદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હાલમાં અનેક દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તંત્રે રવિવારે શનિવાર કરતાં 57 સેમ્પલ ઓછા લીધા હતા. આરોગ્યતંત્રના ચોપડે કોરોનામાં મૃત્યુ પામનારની સંખ્યા હજી 10 પર સ્થિર છે જોકે કોરોનાને લઇને 300ના મોત નીપજ્યા હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો