તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:પાદરાના સંતરામ મંદિરમાં મહાવિષ્ણુયાગ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન

પાદરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાદરા સંતરામ મંદિર. - Divya Bhaskar
પાદરા સંતરામ મંદિર.
 • 16થી 21 એપ્રિલ દરમિયાન રામનવમી વાર્ષિકોત્સવ સંદર્ભે આરતી અને સાકર વર્ષા યોજાશે

પાદરા જૂની શાકમાર્કેટ પાસે આવેલ સંતરામ મંદિરમાં 16થી 21 એપ્રિલ દરમિયાન શ્રી મહાવિષ્ણુયાગ તેમજ શ્રી રામનવમી વાર્ષિકઉત્સવમાં દિવ્ય આરતી દર્શન અને સાકર વર્ષા સહિત વિવિદ્ય કાર્યક્રમનું ભવ્ય આયોજન પાદરા સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ તેમજ સમસ્ત ભક્તવૃંદ પાદરા દ્વારા કરાય છે. સમગ્ર કાર્યક્રમ સરકારની કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ યોજાશે.

પાદરાના સંતરામ મંદિરે પ. પૂ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના સુભાશિષ તથા સંતરામ મંદિર નડિયાદના વર્તમાન મહંત રામદાસ મહારાજના શુભ આશીર્વાદથી પાદરાના સંતરામ મંદિરના પ્રાંગણમાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે બ્રહમલીન મહંત માધવદાસજી મહારાજે પ્રારંભ કરેલ પંચદિન હોમાત્મક શ્રી મહાવિષ્ણુયાગ નું ભવ્ય આયોજન કરાયું છે જેમાં રામનવમી વાર્ષિક ઉત્સવમાં દિવ્ય આરતી દર્શન સહિત સાકારવર્ષા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

જેની તડામાર તૈયારીઓ ઉત્સવ સમિતિ તથા મહંત મોહનદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી રહી છે.16 એપ્રિલના રોજ સવારે 9 કલાકે પંચદિન હોમાત્મક યજ્ઞનો પ્રારંભ થશે. 20મીએ સાંજે 5 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. જ્યારે 21મીએ રામનવમીના રોજ સંત દર્શન - આરતી- મૌન - સાકરવર્ષા મહાપ્રસાદ બપોરે 12 કલાકે રાખેલ છે. આ પ્રસંગે સંતરામ મંદિર યોગીરાજ અવધૂત શ્રી દત્તાત્રેય અવતાર સંતરામ મહારાજ દક્ષિણ ગુજરાત માંથી વિચરણ કરતા 252 વર્ષ પહેલાં પાદરામાં જ્યા વર્તમાન સંતરામ મંદિર છે, ત્યાં પધારી નિવાસ કરેલો. સંતરામ મહારાજે 189 વર્ષ પહેલાં નડીયાદમાં જીવિત સમાધિ લીધેલ છે.

​​​​​​​તેમના આવા સંકેતથી પાદરામાં બીરાજેલા રાઘવમુનિ મહારાજ પાદરામાં જ સમાધિસ્થ થયા હતા. સમય જતા આ સ્થાને સંતરામ મંદિર નિર્માણ થયું. જ્યાં સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ પધરાવવામાં આવી અને મંદિર તીર્થ બન્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો