આયોજન:મુજપૂર PHCમાં સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન શિબિરનું આયોજન

પાદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાદરાના મુજપૂર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર ખાતે જિલ્લા પંચાયત વડોદરા અને ટ્રાન્સપેક સિલોક્સ પ્રા. લી. એકલબારાના સહયોગથી મહા રક્તદાન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અમલદાર ડો. સુરેન્દ્ર જૈન, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદયકુમાર તિલાવત, જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર પાદરા તાલુકા લાયઝન અધિકારી ડો. વિજય કુમાર બીડલા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. વિમલકુમાર સિંગ, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુરના તબીબી અધિકારી ડો. સુરતપ્યારી પરમાર અને સહ કર્મચારી તથા જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમાર રક્તદાન કરી કાર્યક્રમની શરૂઆત કરેલ હતી.

રક્તદાન કેમ્પમાં વડોદરા સ્થિતની ઇન્દુ બ્લડ બેંક દ્વારા કામગીરી કરી હતી. કાર્યક્રમમાં મુજપુર તથા તેના આજુબાજુના ગ્રામજનોએ રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું અને સર્વ રોગ નિદાન કેમ્પમાં જુદા જુદા નિષ્ણાંતો જેમકે ચામડી રોગ, ડાયાબિટીસ, બીપી, આખનો રોગ, જનરલ ચેકઅપ જેવી બીમારીઓની સારવાર કરાઈ હતી.

આ સર્વ રોગ નિદાન કેમ્પમાં 182 લાભાર્થીઓ લાભ લીધેલ હતો અને મહા રક્તદાન કેમ્પમાં 42 યુનિટ મળેલ હતા. જે કાર્યક્રમને સફળ કરવા બદલ મેડિકલ ઓફિસર મુજપુર દ્વારા તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો તથા પ્રિન્ટ/ઇલેક્ટ્રિક મીડિયાનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...