ડ્રમ ફાટ્યું:પાદરામાં ચાલતી કૃત્રિમ તળાવની કામગીરી દરમિયાન એક ઘવાયો

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તરાપો બનાવવાની કામગીરી ચાલતી હતી તે સમયે અચાનક ડ્રમ ફાટ્યું
  • વેલ્ડિંગનું કામ કરતા કામદારને 108 દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો

પાદરામાં ગણેશ વિસર્જનને લઈને ચાલતી કૃત્રિમ તળાવની તૈયારીઓ દરમિયાન એક ઈસમ ઘવાયો હતો. પાદરા ખાતર છીપવાડ તળાવ ખાતે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવનું આયોજન પાદરા પાલિકા દ્વારા કરાય છે. જેમાં તડાપો બનાવવાની કામગીરી ચાલતી હતી તે સમયે અચાનક ડ્રમ ફાટતાં એક ઈસમને ગંભીર ઇજા થવા પામી હતી. જેને સારવાર અર્થે વહીવટી તંત્ર દ્વારા 018 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પાદરામાં ગણપતિ વિસર્જન માટે ચાલતી કૃત્રિમ તળાવની તૈયારીઓમાં વિઘ્ન સર્જાયું હતું. પાદરા નગર પાલિકા દ્વારા છીપવાડ તળાવ ખાતે કૃત્રિમ તળાવમાં વાપરવા માટે આવનાર બોટ/ તાડાપો અને અન્ય સાધન સામગ્રીની કામગીરી દરમિયાન આ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. વેલ્ડીંગ સહિતનું કામ કરતા અમરસિંહ ધુરભાઈ મકવાણા ઉ.વ.50, રહે. શામળકુવા, કામદારનું કામગીરી દરમિયાન ડ્રમ ફાટતા ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...