ધરપકડ:પાદરામાં ચોરી કરી નાસવા જતા 3 ચોર પૈકી એક ચોરને પોલીસે ઝડપી પાડ્યો

પાદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોર પાસેથી સોના-ચાંદીના દાગીના રોકડા મળી કુલ રૂ. 65,900નો મુદ્દામાલ જપ્ત

પાદરાના ગાયત્રી મંદિર પાછળ આવેલ હરિઓમનગર સોસાયટીના બે મકાનોમાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ચોરી કરી નાસવા જતા ત્રણ ચોર પૈકી એક ચોરને પોલીસે ઝડપી પાડ્યો હતો. ચોર પાસેથી સોના-ચાંદીના દાગીના રોકડા મળી કુલ રૂપિયા 65,900નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.પાદરાના ગાયત્રી મંદિર પાછળ હરિઓમ નગરમાં રહેતા અને હિરેન જયંતીભાઇ પારેખ ગુરુવારે નાઈટ શિફ્ટની નોકરીએ ગયા ત્યારે તસ્કરોએ મકાનનો દરવાજો તોડીને સોના ચાંદીના દાગીના તથા રોકડા તેમજ સોસાયટીના બીજા એક અન્ય મકાન સરદારસિંહ પ્રતાપસિંહ પરમારના મકાનનો પણ દરવાજો તોડીને તસ્કરોએ તિજોરીમાં મુકેલ દગીનાઓ મળીને બન્ને મકાનોમાંથી તસ્કરોએ ચોરી કરી હતી.

આ સમય દરમિયાન નાઈટ પેટ્રોલિંગ કરી રહેલ પોલીસે બાઇક પર જઈ રહેલા ત્રણ ઈસમો રોકવા જતા બાઇક લઈ ફરાર થતાં જે ઈસમો પૈકી એક કરમાંસિંગ જીવનસિંહ દુધાની (સરદાર)રહે. ઇસ્લામ ક્વાર્ટર દિવાળીપુરા તરસાલીને ઝડપી તેની પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા અને વાંદરી પાનું અને ડિસમિસ મળ્યાં હતા. જ્યારે મંજિતસિંગ નિહાલસિંગ અમરસધા વુડાના મકાન તરસાલી, જ્યારે ત્રીજો મંજિતસિંગનો મિત્ર જેનું નામ સરનામું ખબર નથી. આ બંને ઈસમો બાઇક લઈને ફરાર થઇ ગયા હતા. આ સમયે દરમિયાન તસ્કરીનો બનાવ થયો હતો તે મકાન માલિક પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં ઝડપાયેલ ઇસમની પૂછપરછ કરતા ચોરીની ઘટના બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...