અકસ્માત:વાંદરાને બચાવવા જતાં છકડો પલટી જતાં સારવાર દરમિયાન એકનું મોત

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાદરાના મુજપુર ગામની સીમમાં છકડા ચાલકે ડબકા ગામ જતી વખતે વાંદરો આડે આવતાં તેને બચાવવા જતા છકડો પલટી ખાઈ ગયો હતો. એક ઇસમને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પાદરા કરશનભાઇ કાળાભાઈ રબારી ઉ.વ.67 તેમજ ધુળીબેન વસરામભાઈ રબારી ઉ.વ.35 પાદરાથી ડબકા છકડો રિક્ષામાં જતા હતા. તે દરમિયાન મુજપુર ગામની સીમમાં દરિયાપુરા ગામ તરફ આવતા રોડ ઉપર વાંદરો આડો આવતા તેને બચાવવા માટે છકડા ચાલકે બ્રેક મારતા છકડો પલટી ખાઈ જતાં એક મહિલા સહિત બે વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી.

ઈજાગ્રસ્ત કરશનભાઇ રબારીને પ્રથમ પ્રાથમિક સારવાર પાદરા સરકારી દવાખાના બાદ વધુ સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ધુળીબેનને ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે વસરામભાઈ રબારીએ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી. નાસી ગયેલ અજાણ્યા રિક્ષાચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...