તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સેજાકુવામાં નુરાની મસ્જિદના ટ્રસ્ટના વહીવટ બાબતે જૂની અદાવતે બે જૂથો વચ્ચે મારામારી

પાદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેજાકુવા ધિંગાણામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. - Divya Bhaskar
સેજાકુવા ધિંગાણામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
  • મારામારીમાં 1 મહિલા સહિત 11 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી
  • પાદરા પોલીસે 63 ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી

પાદરાના સેજાકુવા ગામે નુરાની મસ્જિદના ટ્રસ્ટના વહીવટ બાબતે જૂની અદાવત રાખી એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. મોડી રાતના એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારી થતાં 1 મહિલા સહિત 11 ઇસમોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેઓને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પાદરા પોલીસ મથકે સામ સામે ફરિયાદ નોંધવા પામી હતી. જે આધારે પાદરા પોલીસે 63 ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાદરાના સેજાકુવા ગામમાં આવેલ નુરાની મસ્જિદનો કરોવારી વહીવટ 35 વર્ષથી નિસારુદ્દીન સૈયદ સંભાળતા હતા અને છેલ્લા બે વર્ષથી આશિકઅલી સૈયદ સંભાળે છે. નિસારુદ્દીન સૈયદ મસ્જિદનો વહીવટ પાછો મેળવવા માટે અવારનવાર ગામમાં બે જૂથો તકરાર ઉભી કરે છે. ગત મોડી સાંજના ઈમીયાસ અને ફિરોજખાન વચ્ચે બોલાચાલી થવા પામી હતી. ત્યાર બાદ 30 માણસો ઈમીયાસને મારવા માટે સેજાકુવા બસ સ્ટેન્ડ પાસે તીક્ષ્ણ હથિયાર સાથે ભેગા થયા હતા અને ઈમીયાસને મારવા માટે ખેતરમાં જતા હતા.

પરંતુ કોઈક કારણોસર તેઓ અધવચ્ચેથી પરત આવ્યા હતા. ત્યાર બાદ મોડી રાતના ઇન્યાસ વ્હોરા અને ફિરોઝખાન પઠાણ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેનું ઉપરાણું લઇ ગામમાં આવેલ નુરાની મસ્જિદના ટ્રસ્ટની વહીવટ બાબતેની જૂની અદાવત રાખી હથિયારો તથા ઇંટોના ટૂકડા સાથે એક સંપ થઇ ઈનાયત અલી સૈયદના ઘરને ચારેય તરફથી ફરી વળી ઘર પર પથ્થરમારો કર્યો હતો. સામ સામે ટોળા આવી જતાં 5 ઈસમોને ઈજાઓ થઇ હતી જેમાં 43 ઈસમો સામે ગુનો નોંધવા પામ્યો હતો.

જ્યારે સામા પક્ષે ઈમીયાસભાઈ વ્હોરા ગામના બીજા ફળિયામાં રહેતા ફિરોઝખાન જીતું ખાન પઠાણને ગાળો બોલી ઝગડો કરેલ હતો તેમજ ગામમાં આવેલ નુરાની મસ્જિદના ટ્રસ્ટના વહીવટ બાબતે અગાઉ બંને જૂથો વચ્ચે થયેલ મારામારીની અદાવત રાખી ઈમીયાસ્ભાઈનું ઉપરાણું લઇ 20 જેટલા ઉસમો ઘટક હથિયારો લઇ એક સંપ થઇ ગમે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી છૂટી ઇંટો ફેકી પતાવી દઈશુંની ધમકી આપતા 20 સામે ગુનો દાખલ થયો હતો.

જે ઈજા ગ્રસ્તોના નામ નીચે મુજબ છે. 1.ઇનાયત અલી હસનઅલી સૈયદ ઉર્ફે લાલો, 2. સરીફાબેન હસન અલી સૈયદ, 3. મૌયુદ્દીન મેહમુદ અલી સૈયદ, 4.સોહિલ ઉર્ફે સોયાબલી અલાઉદ્દીન સૈયદ, 5. સુલતાનભાઇ રસુલભાઈ વ્હોરા સમા પક્ષે થયેલી ફરિયાદમાં 1.ફેઝા મુદ્દીન ઇમામુદ્દીન, 2.સોકત અલી અબ્બાસ અલી, 3.ફીરોઝુદ્દીન મહામ્દુદ્દીન સૈયદ, 4.સાકીર અલી સૈયદ અલીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...