તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:25 સેવાપોથીમાં ચેડાં થતી હોવાનું બહાર આવતાં પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી સીલ

પાદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરા તાલુકા શિક્ષકોની સેવાપોથી સાથે સંઘના હોદ્દેદારો દ્વારા ચેડાં કરવાનું કૌભાંડ
  • તાલુકાની 141 શાળાના 900થી વધુ શિક્ષકોની સેવાકીય નોંધ સેવાપોથીમાં કરાય છે

વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પાદરા તાલુકાની 141 શાળાઓમાં 900 ઉપરાંત પ્રાથમિક શિક્ષકો ફરજ બજાવે છે. આ શિક્ષકોની દર વર્ષે સેવાકીય નોંધ અને પુરસ્કાર છોડવાના તથા પગારપંચોની નોંધ, રજાઓની નોંધ માટે સરકાર દ્વારા સેવાપોથી નિભાવવામાં આવે છે. જ્યારે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે આ સેવાપોથીના આધારે નિવૃતિના લાભો અપાય છે.

ત્યારે પાદરા તાલુકાની શિક્ષકોની કચેરીમાં આ સેવાપોથીમાં પગાર ધોરણનો વધારાનો લાભ લેવાના હેતુસર મળતી માહિતી મુજબ 25 જેટલી સેવાપોથીમાં આ વધારાનો લાભ લેવા ચેડાં કરવામાં આવ્યા હોવાનું બહાર આવેલ છે. જે પૈકી બે શિક્ષકોને અગાઉ તત્કાલીન ઈ.ડી.પી.ઓ મહેશ પ્રજાપતિના સમય ગાળામાં આવી રીતે લાભ આપી દેવાયો છે. આની જાણ પાદરા તાલુકાના પ્રાથમિક શિક્ષકોને થતા તેઓએ નવા નિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રજની પટેલને કરતાં તેઓએ બાકી રહેલી સર્વિસ બુકો સી કલાર્ક પાસે મંગાવતાં તેમાં સ્ટીકરો અને વિકલ્પોની નોંધ હોઈ આ લાભ હાલમાં મળી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું. પરંતુ આ બાબતે ઉપલી કચેરીનું માર્ગદર્શન લઈને જો ખરેખર લાભ મળવા પાત્ર હશે તો જરૂરી વહીવટી કાર્ય કરવા કહ્યું હતું.

અગાઉના ટી.પી.ઈ.ઓ. મહેશ પ્રજાપતિ દ્વારા અપાયેલા લાભની તપાસ થશે અને તે મુજબ કામગીરી ચાલશે.પરંતુ તાજેતરમાં પ્રાથમિક શિક્ષકોની પરીક્ષા (સર્વેક્ષણ) દરમ્યાન તાલુકા પ્રા.શિ. અધિકારી શિનોર ખાતે કાર્યરત હતા. તે સમયે તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ અને મંત્રીએ સીનીયર ક્લાર્ક પાસે સેવાપોથીઓ માંગતા તેઓએ આપેલ અને કર્મચારીઓના અભાવે આ કામગીરી સંગઠન દ્વારા કરવામાં આવતી હતી. અગાઉ મહેશ પ્રજાપતિ પણ આ લોકોને સેવાપોથી આપતા તેમ પ્રમુખ મંત્રીના કહેવાથી આપેલી.

પરંતુ આ કામગીરી ઓફિસમાં કરવાને બદલે કોઈ શિક્ષકના ઘરે લઇ જવામાં આવી અને ત્યાં સેવાપોથીમાંથી ઘણું બધું બદલી નાંખવામાં આવેલું. આમાંથી પ્રાથમિક શિક્ષકોના પગાર બાંધણીના સ્ટીકર ગાયબ થયેલા અને વિકલ્પના સ્ટીકરો તત્કાલીન પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પ્રજાપતિની સરીથી વિકલ્પો ચોટાડેલા નજરે સીનીયર કલાર્કને પાડતા તેઓ ચોકી ઉઠ્યા હતા. અને ટી.પી.ઈ.ઓ પટેલને જાણ કરતા તાત્કાલિક કબાટને સીલ મરાવી દીધેલ હતું.

બીજા દિવસે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ/મંત્રી અને શૈક્શીનીક સંઘના પ્રમુખ મંત્રીની હાજરીમાં ભૂતકાળમાં આ સેવાપોથીની કામગીરી કરતા જે.ડી. પટેલ – તાજપુરા અને અન્ય શિક્ષકોને બોલાવી જરૂરી નિવેદન લેવામાં આવેલા. અને સેવાપોથીમાં કરાયેલા સુધારા/બંધારા તથા કરેલ ચેડાની કબુલાત પણ કરેલ અને આ બધું સંઘના પ્રમુખ/મંત્રી બ ઈશારે થયાનું જણાતા તેઓએ તાત્કાલિક તપાસ અહેવાલ ગત જન્માષ્ટમી પહેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સુપ્રત કરેલ છે. આ કચેરીને સીલ કરાતા ઊ.પ.ધો.ના લાભ મેળવવા પત્ર શિક્ષકોની સેવાપોથી ગાંધીનગર જઈ રહેલ નથી.

આમ ગુજરાત રાજ્યમાં ક્યાય ન થયું હોય તેવું સેવાપોથીમાં ચેડા કરી પગાર ધોરણનો વધારાનો લાભ લેવાનું ષડ્યંત્ર સમગ્ર રાજ્ય માં પાદરા માં જ હશે. આજે એક સપ્તાહ થવા છતાં આવા આવા મસમોટા કૌભાંડની તપાસ અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરી પાસે હોવા છતાં કોઈ કાર્યવાહી થયેલ નથી. આ કૌભાંડમાં કથિત તેઓના નજીકના ગણાતા કર્મચારીની કદાચ સંડોવણી હોય તો પણ તપાસ અહેવાલ અને અજુઆતો પર ધ્યાન અપાતું નહિ હોય એમ શિક્ષણ આલમમાં ચર્ચાય રહ્યું છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસ થતા હોવાની ચર્ચા
સપ્તાહથી પાદરા તાલુકામાં કથિત સર્વિસબુકમાં પ્રાથમિક શિક્ષકોની નોંધ અંગે થયેલ ચેડા બાબતે પાદરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસના અહેવાલ અને જાણ કરેલ હોવા છતાં સરકારી રેકર્ડ સાથે ચેડાં કરવા બાબતે આઈ.પી.સી. કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હોય છતાં કેમ આમાં વિલંબ કરેલ છે.

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની નિયુક્તિ થયેલ હોવા છતાં તત્કાલીન ઈ.ટી.પી.ઈ.ઓ મહેશ પ્રજાપતિએ સહીઓ કેમ કરી? સેવાપોથી કોના ઇશારે અપાઇ અને કૌભાંડ/ચેડા કોણે કર્યા? તે તમામ સામે કાર્યવાહી ન થતાં શંકાની સોય ડી.પી.ઈ.ઓ સામે તકાઈ રહી છે. આગાઉ પચ્ચીસ પૈકી બે શિક્ષકોને કેવી રીતે લાભ અપાયો? બાકીના 23ને કેમ ન અપાયો? આ બે શિક્ષકોને અપાયેલા લાભ અંગે તેઓની સેવાપોથીનું બારીકાઈથી નિરીક્ષણ થાય અને તેમાં કેવી રીતે સેવાપોથી સજ્જ કરીને લાભ આપેલ છે. તે તપાસ થવી જરૂરી છે. શિક્ષણ આલમમાં આ ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...