તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 24 કલાક દરમિયાન એકપણ ડોકટર ફરક્યા નહિ

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોકટરોને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 1 દિવસ- 24 કલાક ડ્યૂટી કરવા આદેશ
  • કોરોનાના સમયમાં માત્ર એક જ તબીબ હાજર, અન્ય તબીબોની રજા મંજૂર થતાં સર્જાયેલો પ્રશ્ન

વડુ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 24 કલાક સુધી એકપણ ડોકટર ના ફરક્યા ત્યારે પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્રના 1 ડોક્ટરને છોડી તમામ તબીબો રજા પર ઉતરી ગયા હતા. આથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબોને 1 દિવસ એટલે કે 24 કલાક ડ્યૂટી કરવા આદેશ કર્યો છે.

હાલના કપરા સમયમાં તબીબોને કઈ રીતે રજા મળે છે તે પ્રશ્ન ઉભો થાય છે. પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીડિયાટ્રિશિયન, એનએસફેટીક્સ, ગાયનેકો-લોજિસ્ટ, ડેન્ટિસ્ટ જેવા જુદા જુદા સંવર્ગની જગ્યાઓ ભરેલી હોવા છતાં આ તજજ્ઞો સામાન્ય પ્રાથમિક સારવાર આપતા નથી તેમજ અમે સ્પેશિયાલિસ્ટ છે તેમ કહી ઓપીડીમાં પણ સેવા પૂરી પાડતા નથી. આવા કપરા સમયમાં પોતે ડોક્ટર હોઇ અને ડોક્ટર સમજી સામાન્ય પ્રાથમિક સારવાર પાદરાની જનતાને મળે તેવી પ્રજા આશા રાખે છે.

આ તજજ્ઞો તથા મેડિકલ ઓફિસરો સામુહિક પાદરા આરોગ્ય કેન્દ્ર ખાતે હોવા છતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વડોદરાએ પાદરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમબીબીએસ ડોકટરોને પાદરા સામુહિક આ. કેન્દ્ર ખાતે 1 દિવસ એટલે કે 24 કલાક ડ્યૂટી કરવા આદેશ કર્યો છે. જેના પગલે જે તે તબીબ સામુહિક આરોગ્ય કેન્દ્ર પાદરા ખાતે ફરજ બજાવશે. જોકે તે સમયમાં જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આશરે 50 હજાર જેટલી વસ્તી કોના ભરોસે રહેશે તે પણ એક પ્રશ્ન થાય છે.

આ તબીબ 24 કલાક ફરજ બજાવ્યા બાદ ડ્યૂટી પરથી બીજા દિવસે રજા લેશે તો સરવાળે જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 48 કલાક તબીબ વિના દવાખાનું ચલાવવું પડશે. આ 48 કલાકમાં ગામડાંની પ્રજાને કઈ રીતે અને કોના દ્વારા સારવાર મળશે તે પણ સવાલ છે. પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં આવેલા ટ્રેનીંગ ઇન્સ્ટિ.ના તબીબો કોરોના કાળથી ખુરશી પર ફરજ બજાવી રહ્યા છે. હાલ સરકાર દ્વારા તમામ તાલીમો, મીટીંગો બંધ છે તો આ અધિકારી પણ ડોક્ટર હોય તો તેમની સેવાનો કેમ લાભ લેવાતો નથી ?

અન્ય સમાચારો પણ છે...