તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાદરામાં 20 દિવસ ઉપરાંતથી કોરોના પોઝિટિવનો એક પણ કેસ ન નોંધાયો

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી 1.10 લાખ કોરોનાના ટેસ્ટમાં 1.05 લાખ રિપોર્ટ નેગેટિવ આવ્યા
  • 20 દિવસથી કોરોનાનો કુલ આંક 4500 પર અટક્યો

પાદરા શહેર તાલુકામાં સમગ્ર વિશ્વની સાથે કોરોનાએ કાળો કહેર વર્તાવતા બીજી લહેરમાં તો બેડ, ઓક્સિજન, દવાઓ, પુરી પડતા અનેક લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. અનેકના મોત નિપજેલ હતા. જ્યારે ઘણા લોકો બીજી બીમારીઓ થવાથી પણ ભોગ બન્યા હતા. એક તબક્કે દૈનિક કેસોનો આંકડો 40થી 50 સુધી નજીક પહોંચવા આવ્યો હતો. સ્મશાનમાં પણ વેઇટિંગ સાથે પોતાના સ્વજનો ગુમાવનાર તેમનું ક્રિયાકર્મ કરી શક્યા નથી.

જેમાં છેલ્લા 15 મહિનાથી કોરોનાના કહેરમાં પહેલીવાર એવા દિવસો આવી રહ્યા છે કે જે છેલ્લા 20 દિવસ ઉપરાંતથી પાદરા શહેર તાલુકામાં કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયેલો નથી. પાદરા વડુ પંથકમાં છેલ્લા 20 દિવસથી જે પોઝિટિવ મેસેજ છે કે આ રીતે કોઈ પોઝિટિવ કેસ નોંધાયા નથી. જે ખૂબ જ ખુશીની બાબત હોવાનું જાણવા મળે છે. બીજી લહેરનો એક તબક્કો એવો આવ્યો હતો કે હોસ્પિટલો પણ ખૂટી પડી હતી. ઓક્સિજન બોટલના કાળા બજાર સાથે ઇન્જેક્સનનોના પણ મોટાપાયે વહીવટ થયો હતો. જેમાં કેટલાક લોકોની પણ સંડોવણી પણ બહાર આવી હતી.

જેમને ઉંચા ભાવે ઓક્સિજન સાથે ઇન્જેક્સન દવાઓ ઉપરાંત બેડના નાણાં પડાવ્યા. સરકારી તંત્ર આયોજન ગોઠવવામાં નિષ્ફળ ગયું અને સરકારી હોસ્પિટલોની સામે જ ખાનગી હોસ્પિટલનો ફાયદો કરાવી આપવાની નીતિ રિતી પણ ખુલ્લી પડી ગઈ હતી. દરમ્યાન લોકો શાસક ભા.જ.પા. સરકાર પ્રત્યે તીવ્ર આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. પાદરા શહેર તાલુકામાં અત્યાર સુધીમાં કોવિડ ટેસ્ટ માટેના સેમ્પલો આપનાર 1.10 લાખ જેટલા વ્યક્તિઓ નોંધાયા છે. જેમાં 1.05 લાખ જેટલા નેગેટિવ આવેલ છે.

બીજી તરફ અત્યાર સુધીમાં કુલ પાદરમાં કોરોનાના પોઝિટીવ કેસોનો આંક 4500, ઉપરાંત પહોંચી ગયો છે. છેલ્લા એક મહિનાથી કોરોનાની ગતિ ધીમી પડતા લોકોએ રાહતની લાગણી અનુભવી રહ્યા છે. જ્યારે મોટા ભાગના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થવા પામ્યા હતા. અત્યારસુધી મૃત્યુ આંક સત્તાવાર રીતે માત્ર 10 જેટલા નોંધાયા છે. બિનસત્તાવાર રીતે 500 જેટલા લોકોના કોરોનાને લઈને મોત નિપજ્યા છે. છેલ્લા 20 દિવસ ઉપરાંતથી એક પણ કેસ કોરોનાનો પોઝિટિવ નોંધાયો નથી. ત્યારે હવે મોટા ભાગની તમામ હોસ્પિટલો ખાલી હોવાનું જાણવા મળે છે.

જેને લઈને પાદરા આરોગ્ય તંત્ર એ હાશકારો અનુભવ્યો છે. હવે લોકો પણ સમયાંતરે ધીરે ધીરે ભય મુક્ત જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોએ પણ માસ્ક પહેરવું, સોશિયલ ડીસ્ટન્ટનો અમલ કરવો સહિત કોરોનાની સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું એ સમયની માંગ ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...