નવરાત્રીનો પ્રારંભ:રણુમાં શાસ્ત્રોક્ત વિધિસર ઘટ સ્થાપના સાથે નવરાત્રીનો પ્રારંભ

પાદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તુળજા ભવાની માતાજીના પટાંગણમાં આદ્યશક્તિની આરાધના કરાશે

પાદરાના રણું તુલજા ભવાની માતાજીના પટાંગણમાં આદ્યશક્તિ આરાધના રૂપી નવરાત્રીનો આજથી પ્રારંભ થવા પામ્યો હતો. શાસ્ત્રોક્તવિધિ સાથે ઘટ સ્થાપના કરવામાં આવી હતી. પાદરાના રણું સંસ્થાના માતાજીના પટાંગણમાં વહેલી સવારે ઘટસ્થાપન કરવામાં આવી હતી. ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ભાવિકોની હાજરી વગર ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. જોકે આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

રણુ ગામે તુલજા માતાજી સંસ્થાનના પટરાંગણમાં નવરાત્રી દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થશે. ત્યારે પ્રતિ વર્ષની જેમ નવરાત્રી પણ ભવ્ય રીતે ઉજવાશે. જે અંતર્ગત મંદિરને રોશનીથી શણગારી સુશોભિત કરવામાં આવ્યું હતું. ગત વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઈને માં ના સાનિધ્યમાં નવરાત્રી ઉત્સવ ફિક્કો રહ્યો હતો. ફક્ત જૂજ મહંત કવિન્દ્રગીરીજી નું તેમજ જૂજ ભક્તોની હાજરીમાં પૂજા-અર્ચના સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવા મદદઅંશે છૂટછાટ આપાઈ છે. ત્યારે તુલજાભવાની માતાજીના સાનિધ્યમાં નવરાત્રી ઉત્સવની ભવ્ય ઉજવણી થશે. તારીખ 10મીએ લલિતા પંચમી, 13મીએ માં ના દર્શને આવતા તમામ ભક્તોના શ્રેયાર્થે એડિયાગ થશે. 15મીએ દશેરાની ઉજવણી થશે. કોરોનાના કપરા સમયને ધ્યાનમાં રાખીને દશેરાના રોજ મહાપ્રસાદીનું આયોજન રાખેલ નથી.

રણુમાં આઠમનો મેળો બંધ રહેશે
રણું તુલજા ભવાની માતાજીના મંદિરના પટરાંગણમાં નવરાત્રી દરમ્યાન ભરાતો આઠમનો મેળો કોરોનાની મહામારીને ધ્યાને લઈને ચાલુ વર્ષે બંધ રાખવામાં આવેલ છે. તેમજ દુકાનોનું આયોજન પણ રાખેલ નથી. તેવું મંદિરના મહંત કવીન્દ્રગીરીજી દ્વારા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...