તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:પાદરા-વડુમાં મચ્છરજન્ય રોગચાળો, રોજના 20 કેસ

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી દવાખાનામાં 40થી 50 ટકા દર્દીઓની સંખ્યા વધી

પાદરા વડુ પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી મચ્છરજન્ય શરદી, તાવ, ઉધરસ, ઉલટી સહિતના કેસોમાં ઉછાળો આવ્યો છે. સાથે ડેન્ગ્યુ , ચિકનગુનિયા, મેલેરિયા જેવા કેસો પણ નોંધવા લાગ્યા છે. જેના પગલે પાદરા વડુ સરકારી દવાખાના સહિત ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાવા લાગ્યા છે. જ્યારે સરકારી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામાં અગાઉ કરતા 40થી 50 ટકા જેટલા દર્દીઓનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. છેલ્લા સાત દિવસમાં દર્દીઓમાં 40થી 50 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસમાં રોજના 15થી 20 જેટલા કેસો આવતા હતા. જેની તુલનામાં હવે રોજના 40થી 50 જેટલા કેસો શરદી-ખાંસી તેમજ વાયરલ ઇન્ફેકશનના નોંધાય છે.

છેલ્લા ઘણા દિવસોથી સતત ભેજવાળું વાતાવરણ પ્રવર્તે છે. તેમજ ગત અઠવાડિયે ઝરમરીઓ વરસાદ થવાના કારણે મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ થયો છે. જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, દાયેરિયા, તાવના વાવરે માથું ઉચક્યું છે. જેના કારણે પાદરા- વડુ સરકારી દવાખાના સહિત ચાણસદ, કન્ઝટ, કરખડી, મોભા, મુજપુર, સાધી, ડબકા, પી.એચ.સી. સેન્ટરોમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે.

આરોગ્ય વિભાગના અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત તાલુકાના પ્રાથમિક સારવાર કેન્દ્રો પર પણ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે આ વાયરલ ઈન્ફેક્શન તેમજ તાવ ખાંસી અને શરદીની સાથે સાથે કોરોનાની ત્રીજી લહેર માથું ઊચકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે શરદી, ખાંસી, તાવ, ઉધરસ, જેવા દર્દીઓને ખાનગી તેમજ સરકારી દવાખાનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ એક એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અઠવાડિયામાં વરસાદ ન પડે તેમજ સતત વાદળ છાયા વાતાવરણ રહેશે તો વધુ રોગચાળાની સ્થિતિ સર્જાશે. વાદળ છાયા વાતાવરણના કારણે સ્વશન તંત્રની બીમારીના કેસમાં પણ વધારો થતો જાય છે. આ ઉપરાંત ખાનગી દવાખાનામાં પણ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...