તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:પાદરામાં 60 હજારથી વધુ લોકોએ રસીકરણ કરાવ્યું

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરાના મુજપુર આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારની ગાઈડ લાઈન મુજબ રસીકરણ કરવામાં આવી રહ્યું છે - Divya Bhaskar
પાદરાના મુજપુર આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારની ગાઈડ લાઈન મુજબ રસીકરણ કરવામાં આવી રહ્યું છે
  • 11 દિવસથી કોરોનાનો એક પણ કેસ મળ્યો નથી
  • પાદરાના મુજપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કરાઈ રહ્યું છે

પાદરા શહેર તાલુકામાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ તેમજ પાદરામાં 60 હજારથી વધુ લોકોએ રસીકરણ કરાવ્યું છે. જેને લઇ 11 દિવસથી પાદરામાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ મળી આવેલ નથી. જે સારા સમાચાર છે. પાદરા પંથકમાં કોરોના અગિયારમાં દિવસે પણ એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. પાદરામાં વિતેલા 24 કલાક દરમિયાન 205 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં એક પણ કેસ નોંધાયો નથી. તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. પાદરામાં અત્યાર સુધીમાં 4500 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે.

ત્યારે આરોગ્ય તંત્રના ચોપડે 10 વ્યક્તિના મોત નીપજ્યું હોવાનું નોંધાયું છે. જ્યારે બિન સત્તાવાર રીતે 500 જેટલા લોકોના શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે. 11 દિવસથી એક પણ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હાશકારો અનુભવ્યો છે. લોકો માટે રાહતના સમાચાર કહી શકાય તેમ છે. તાલુકામાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં પાદરા તાલુકાના સારો પ્રતિસાદ લોકો તરફથી મળી રહ્યો છે.

જેમાં પાદરા તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર, ડભાસા, લુણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોભા ગામ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કનઝટના ગવાસદ ગામમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોએ રસીકરણ કરાવી કોરોના સામે રક્ષણ મેળવેલ છે. જ્યારે બાકીના ગામોમાં પણ સારો એવો પ્રતિસાદ મળેલ છે. જે તાલુકા હેલ્થ કચેરી માધ્યમથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે 18થી ઉપરના વેક્સિન મળે છે અને બાકી રહેલ તેઓએ તાત્કાલિક પોતાનું રસીકરણની કરાવી લેવું જોઈએ જેથી અગાઉ સમયમાં કોરોના સામે રક્ષણ મળી રહે. જેના કારણે છેલ્લા 11 દિવસથી પાદરા શહેર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...