તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણાંતિકા:મહિના પછી જ્યાં લગ્નની શહેનાઈ ગૂંજવાની હતી ત્યાં શોકનો માહોલ, પાદરાના ફૂલબાગ પાસે ટ્રકની ટક્કરે વડુના યુવાનનું મોત, આધેડનો બચાવ

પાદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વડુનો યુવાન બાઈક લઈને પાદરાથી પોતાના ગામ વડું જઈ રહ્યો હતો. જેમાં પાદરા ફૂલબાગ પાસેથી પસાર થતા એક ટ્રકે ટક્કર મારી દેતાં ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. લોક ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે લાશનું પીએમ કરી પરિવારને સોંપી હતી.

મૃતક એઝાઝ પઠાણની ફાઇલ તસવીર.
મૃતક એઝાઝ પઠાણની ફાઇલ તસવીર.

પાદરા તાલુકાના વડું ગામે રહેતા એઝાઝ પઠાણ ઊં. 22, બજાજ ફાઇનાન્સ પાદરાની ઓફિસમાં નોકરી કરતો હતો. નોકરી કરી પોતાની બાઇક ઉપર પોતાના ઘરે વડું જઈ રહ્યો હતો અને સાથે એક વડીલ બાઈકની પાછળ બેઠા હતા. ત્યારે ફૂલબાગ પાસે એક ટ્રકે ટક્કર મારી દેતાં ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા આધેડનો આબાદ બચાવ થયો હતો. આ બનાવ બનતા લોકટોળાં એકઠા થઇ ગયા હતા.

યુવાનને પાદરા સરકારી હોસ્પિટલે પીએમ કરીને પરિવારને સોંપી હતી. જયાં ગામના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા અને પરિવારજનોનું આક્રંદ હૈયું હચમચાવી દે તેવું હતું. અત્રે ઉલેખનીય છે કે એક મહિના પછી યુવાનનું લગ્ન હતું અને પરિવારે નિકાહની તમામ તૈયારીઓ પૂરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો