પાદરાના મોભા ગામે રહેતી યુવતી અદિતિ પંડ્યા એમબીબીએસનો અભ્યાસ કરવા યુક્રેન ગઈ હતી અને આ યુવતી યુક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલ યુદ્ધમાં ફસાઈ ગઈ હતી. જેને કારણે પરિવાર ચિંતાતુર બન્યો હતો અને વિદ્યાર્થીની વતન પરત લાવવા રજૂઆત કરી હતી. યોગાનુયોગ અદિતિ પંડ્યા ગત ગુરુવારના રોજ પરત ભારત આવવાની હતી પરંતુ યુદ્ધ જાહેર થતા પંડ્યા પરિવારના જીવ પડીકે બંધાયા હતા. વિદ્યાર્થીની અદિતિ યુક્રેનની રાજધાની કિવ ખાતે બસમાં ફસાઈ હતી.
યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે સરકાર દ્વારા ભારતના વિદ્યાર્થીઓ અને ભારતના નાગરિકોને પરત લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઓપરેશન ગંગા દ્વારા તમામ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સરકારે તનતોડ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે બુધવારે પાદરાના મોભા ગામની અદિતિ પંડ્યા વહેલી સવારે પોતાના ઘરે પરત ફરતાં અને પોતાના પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
અદિતિને જોતા જ પોતાની માતા અને પિતાના આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. ગઈ કાલે 3:00 અદિતિ યુક્રેનથી દિલ્હી આવવા નીકળી ગઈ હતી અને 9:00 તે દિલ્હીના એરપોર્ટ પર આવી પહોંચી હતી. જ્યારે આજે વહેલી સવારે 5:00 તે વડોદરાના એરપોર્ટ પર આવી પહોંચી હતી અને પોતાના વતન ઘરે ફરી હતી.
પોલેન્ડ પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓની સહારે આવ્યા બાપ્સના સ્વયંસેવકો
પાદરા. રશિયાના આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેન માંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચૂકેલા ભારતીયોની સેવામાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દિવસ રાત જોડાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મધ્યરાત્રીએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન અને પોલેન્ડની સરહદ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા માટે બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાને જણાવ્યું હતું. સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ થી તાત્કાલિક ધોરણે ચક્રો ગતિમાન કરાયા. મંગળવારે બી.એ.પી.એસ સંસ્થાના યુરોપ સ્થિત સ્વયં સેવકો સરહદ પર અસરગ્રસ્તોની સેવામાં પહોંચી ગયા છે. ભારત સરકાર વતી ભારતીય રાજદૂતાવાસે રેસ્ઝો શહેરની પ્રસિદ્ધ હોટલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આપી છે.
કવાંટનો યુવાન યુક્રેનથી સહીસલામત પરત ફરતાં માતાપિતામાં આનંદની લાગણી
કવાંટ. કવાંટનગરની ગાયત્રી નગર સોસાયટીના રમેશભાઈ કોલચાનો પુત્ર વિનાયક રમેશભાઈ કોલચા MBBSમાં વધુ અભ્યાસ અર્થે યુક્રેનની યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોઇ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થતાં ત્યાં ફસાઈ જતા ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા દ્વારા બુધવારે વિનાયક કોલચા ઘરે પરત ફરતા માતાપિતામાં હર્ષની લાગણી જોવા મળી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.