ગાંધીનગરમાં સન્માન કાર્યક્રમ યોજાયો:શિક્ષણ મંત્રી, નાણા મંત્રી અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીનું સન્માન કરાયું

પાદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, નાણા મંત્રી કનુ  દેસાઇ, શિક્ષણ મંત્રી રાજ્યકક્ષા કુબેરભાઈ ડીન્ડોર સન્માનનો કાર્યક્રમ  નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1 ગાંધીનગર ખાતે યોજાયો. - Divya Bhaskar
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, નાણા મંત્રી કનુ દેસાઇ, શિક્ષણ મંત્રી રાજ્યકક્ષા કુબેરભાઈ ડીન્ડોર સન્માનનો કાર્યક્રમ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1 ગાંધીનગર ખાતે યોજાયો.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલની જાહેરાત થતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, નાણા મંત્રી કનુ દેસાઇ, શિક્ષણ મંત્રી રાજ્યકક્ષા કુબેરભાઈ ડીન્ડોર સન્માનનો કાર્યક્રમ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1 ગાંધીનગર ખાતે યોજાયો. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની પ્રાંત ટીમ, પ્રત્યેક સંવર્ગ પદાધિકારી, રાજ્ય કારોબારી, જિલ્લા અધ્યક્ષ, મહામંત્રી, સંગઠનમંત્રીની ઉપસ્થિતિમાં ત્રણેય મંત્રીનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની વ્યસ્તતાને કારણે ઉપસ્થિત ન રહી શકેલ શિક્ષણમંત્રી રાજ્યકક્ષા કિર્તીસિંહ વાઘેલાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરેલ પડતર પ્રશ્નોના ઉકેલ પરિપત્ર, ઠરાવ ટૂંક જ સમયમાં જાહેર કરવા સામે ચાલીને ખાતરી આપવામાં આવી. ભારતીય જનતા પાર્ટી પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલનું પણ સન્માન કરાયું હતું.

ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં બદલીનો લાભ મળે તે અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ને રજૂઆત કરાઈ હતી. નવા સત્રની શરૂઆતમાં જ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષક ફાળવી આપવામાં આવે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. પ્રવાસી શિક્ષક હંગામી વ્યવસ્થા છે, કાયમી વ્યવસ્થા સ્વરૂપે ભરતીની માગ પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...