તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મોટી બેંક સાથે મર્જ થતાં વ્યાજબી વ્યાજના દરે ધિરાણો ઉપલબ્ધ થશે

પાદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરા નગર નાગરિક બેંકના મર્જર અંગે મેનેજરનો પ્રજાના હિતમાં જવાબ

પાદરા નગર નાગરિક સહકારી બેંક લી. પાદરાના બેંક ના સર્વાંગી વિકાસ માટે તેમજ હાલની ડિજિટલ બેન્કિંગ સેવાઓ દરેક ખાતેદારો, વેપારીઓ, સભાસદો, તેમજ આજુબાજુ ગ્રામીણ વિસ્તારના બેંકના ગ્રાહકોને સદર ટેક્નોલોજીની સેવાઓનો લાભ મળી રહે તે હેતુ સિદ્ધ કરવા RBIની ગાઈડલાઈન ડિજિટલ બેન્કિંગની હોય સદર નિર્ણય બેંક ડિરેક્ટરો દ્વારા નિર્ણય કરવામાં આવતા જે સામે બેંકના સભાસદો દ્વારા બેંકની મર્જ કરવાની કામગીરી કાયદા વિરુદ્ધ હોય તેમ મર્જ નહીં કરવા તેમજ સભાસદોને સમજ અને ખુલાસાઓ આપવા મેનેજરને લેખિત રજુઆત કરતા બેંકના ડિરેક્ટરોએ જણાવ્યું હતું કે RBIની ગાઈડલાઈન મુજબ ડિજિટલ બેન્કિંગ હોય સદર નિર્ણય કરવામાં આવ્યો હતો, તેવું બેંકના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પાદરા નગર નાગરિક બેંકના નિર્ણયથી ખાતેદારોને હાલની પ્રવર્તમાન ટેકનોલોજી મુજબ સેવાઓ મળવાનું શરૂ થશે અને મોટી બેંક સાથે મર્જ થતા કરોડો રૂપિયા સુધીનું તથા વ્યાજબી વ્યાજના દરે ધીરાણો ઉપલબ્ધ થશે. જેથી ઉચ્ચ ટેક્નોલોજીવાળી સેવાઓ મેળવી શકાશે. વધુમાં ડિરેક્ટરોએ જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં RBIની ગાઈડલાઈન મુજબ કોમ્પ્યુટર એ.ટી.એમ સેવાઓ ગર્વર્મેન્ટના દ્વારા ધીરાનો મુજબના વાર્ષિક મેન્ટેનન્સ ખર્ચાઓ પણ સિંગલ યુનિટ બેંક હોવાથી વધુ પડતા કરવા પડે છે. જેમાં બેંકનું મર્જર કરતા ખર્ચાઓ પર કાપ થશે. જેનો સીધો લાભ સભાસદોને આપી શકાશે. બેંક મર્જર થતા વહીવટી કક્ષાએ પ્રતિનિધિત્વ આપના નગરનું જ રહેશે. તેમ બેંકના ડીરેકટરોએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...