તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:પાદરા પાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખ સહિત સભ્યોએ કોરોનાની રસી લીધી

પાદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાદરા પાલિકા સભ્યોએ વેક્સિન લીધી હતી. - Divya Bhaskar
પાદરા પાલિકા સભ્યોએ વેક્સિન લીધી હતી.
 • વધુમાં વધુ લોકો વેક્સિન લે તે માટે પાલિકા પ્રમુખ દ્વારા અપીલ

પાદરા નગર પાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ સહિત સભ્યોએ કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો હતો. 45 વર્ષથી વધુ ઉમર ધરાવતા પાદરા ના પ્રજાજનો વધુમાં વધુ કોરોના વેક્સીન લે તે માટે પાલિકા પ્રમુખે લોકોને અપીલ કરી હતી.

કોરોનાની મહામારીએ ભારે જોર પકડ્યું છે ત્યારે શનિવારે પાદરા નગરપાલિકાના પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા અને ઉપપ્રમુખ દેવયાનીબેન પટેલ સહીત પાદરા નગરપાલિકાના સભ્યોએ કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો હતો પાદરાના સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રમુખસ્વામી મહારાજ ટાઉનહોલ ખાતે ચાલી રહેલા કોરોના વેક્સિન સેન્ટર પર આજે સવારે 11 કલાકે પાદરા નગર પાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ પોતાની બોડી ના સભ્યો સાથે કોરોના વેક્સીન સેન્ટર પર પહોચ્યા હતા.

જ્યાં તમામ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તરીકે તમામ લોકો એ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો અને ત્યાર બાદ પાદરાની પ્રજાને સંદેશ આપતા જણાવ્યું હતું કે પાદરાના અલગ અલગ વિસ્તારમાં કોરોના વેક્સીન સેન્ટર શરૂ કરાયા છે. જ્યા 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ પાદરાના વધુમાં વધુ પ્રજાજનો વેક્સિન મુકાવે તેવી અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો