મદદ:પાદરામાં ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા મેડિકલ સાધન સહાય કેન્દ્ર શરૂ

પાદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલના જરૂરી સાધનો જરૂરિયાતમંદોને નિ:શુલ્ક અપવામાં આવશે

પાદરા વિશ્વ હિંદુપરિસદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન પાદરા દ્વારા મેડીકલ સાધન સહાય કેન્દ્રનું શુભારંભ કરવામાં આવ્યો હતો. પાદરા વિશ્વ હિંદુપરિસદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન પાદરા દ્વારા પાદરા લતીપુરા રોડ શ્રી રામકુમાર છાત્રાલય ખાતે મેડીકલ સાધન સહાય કેન્દ્રનું શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ પ.પુ. ભાગ્ય્સેતુ સ્વામી - કોઠારી સ્વામી બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર અટલાદરાના આશીર્વાદથી યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી અને પ.પુ સ્વામી તથા મહાનુભાવોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સાધનો જેવા કે સ્ટુલ ચેર,વોકર, હેડ સ્ટેટ, યુરીન પોટ, સૌચાલય ટબ, વ્હીલચેર, સ્ટીક, ઓક્ષિજન બોટલ, હોસ્પિટલ બેડ, સ્પાઈનલ બેલ્ટ, વગેરે જેવા સાધનો ભાડા વગર જરૂરિયાતમંદ લોકોને આપવા તેના શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.

આ સાધનો સ્વ. જીતેન્દ્રભાઈ છોટાલાલ ચોકસીના સ્મરણાર્થે હસ્તે હેતલભાઈ જીતેન્દ્રભાઈ ચોકસી પરિવાર યુ.એસ.એ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગોપાલભાઈ ચોકસીના હસ્તે આ સાધનો ભારતીય જનસેવા સંસ્થાનને અર્પણ કાર્ય હતા. આ કાર્યક્રમમાં પાદરા પી.આઈ.એસ.એ. કરમુર, સંજય પટેલ પાદરા નગરપાલિકા માજી ચેરમેન, અલ્પેશ પટેલ એચ.આર. એડમીન મેનેજર, લુપીનના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં બી.એ.પી.એસ. પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેશન અર્પણ કરવામાં આવ્યું હતું અને સંજય પટેલ દ્વારા 100 થાળી-વાડકીનો સેટ અર્પણ કરવામાં આવ્યો હતો. અને સાથે મહાનુભાવોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિર અટલાદરાના પ.પુ.ભાગ્ય્સેતુ સ્વામી – કોઠારી સ્વામીએ પોતાના ઉદબોધનમાં પ.પુ.પ્રમુખસ્વામી મહારાજની જીવન લીલા વર્ણવી હતી અને ભારતીય જન સેવા સંસ્થાન પાદરાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...