તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:પાદરા પાલિકા દ્વારા સમૂહ સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું

પાદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાદરામાં મંગળવારથી સમૂહ સ્વચ્છતા અભિયાનનો આરંભ. - Divya Bhaskar
પાદરામાં મંગળવારથી સમૂહ સ્વચ્છતા અભિયાનનો આરંભ.
 • પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યો, સફાઈ કામદારો મોટી સંખ્યામાં જોડાયા
 • જાહેર માર્ગો અને સ્થળો પર સફાઈ હાથ ધરવામાં આવશે

પાદરા નગરપાલિકા દ્વારા મંગળવારથી સમૂહ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પાદરાના વોર્ડ નંબર-1થી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ મયુર ધ્વજસિંહ ઝાલા, ઉપપ્રમુખ દિવ્યાનીબેન પટેલ તેમજ પૂર્વ પ્રમુખ પરેશ ગાંધી સહિત પાદરા નગરપાલિકાના સભ્યો તેમજ સફાઈ કામદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રમુખના જણાવ્યા અનુસાર મંગળવારથી પાદરા 7 વોર્ડ સમૂહ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં નગરના જાહેર માર્ગો અને જાહેર જગ્યાઓ પર સ્વછતા હાથ ધરવામાં આવશે. જેમાં આજથી પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર-1થી જાસપુર રોડથી સ્વછતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

સ્થાનિક લોકોને જાહેરમાં કચરો ના નાખવા માટે વિનંતી કરી હતી. પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશ ગાંધીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી સતત 7 વોર્ડની અંદર કરવામાં આવશે. જેમાં મંગળવારે વોર્ડ નંબર-1થી શરૂઆત કરવામાં આવી છે. ત્યાર બાદ વોર્ડ નંબર-2, વોર્ડ નંબર-3 એમ અલગ અલગ 7 જેટલા વોર્ડમાં આ સામૂહિક સ્વચ્છતા અભિયાન કરવામાં આવશે અને પાદરાને સ્વચ્છ બનાવવાના અભિગમ સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે હવે પછી જાહેરમાં કચરો નાખનાર વ્યક્તિઓને પણ પાદરા નગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો