તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગણેશ વિર્સજન માટે કૃત્રિમ તળાવ બનાવો, નહિ તો અમે બનાવીએ, રામેશ્વર તળાવ ગંદું હોઇ મંડળોએ વિસર્જન કરવા ના પાડી

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાદરા પાલિકા પ્રમુખ-સીઈઓને ગણેશ મંડળોની રજૂઆત

પાદરામાં આગામી તારીખ 10-09-2021ના રોજ ગણેશચતુર્થી નિમિતે ગણેશજીની વિસર્જન અંગે સ્થાનિક તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અંગે પાદરા શહેરમાં કુત્રિમ કુંડ બનાવવા માટે પાદરા શહેરમાં આવેલ 250 જેટલા યુવક મંડળોએ લેખિત રજુઆત પ્રમુખ તેમજ ચીફ ઓફિસર પાદરા નગરપાલિકાને રજુઆત કરેલી છે.

પાદરા શહેરમાં આગામી તારીખ 10 સપ્ટેમ્બર-2021ના રોજથી શરૂ થનાર ગણેશ ચતુર્થી તેમજ 19 સપ્ટેમ્બર-2021ના રોજ વિસર્જન હોઈ તે અંતર્ગત પાદરા શહેર વિસ્તારના જેટલા ગણેશયુવક મંડળો, પાદરા મામલતદાર કચેરી પાસે ભેગા થયા હતા અને સરકાર દ્વારા પરિપત્ર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે જે મુજબ સ્થાનિક સતામંડળ દ્વારા બનાવવામાં આવેલ કુત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. તેમજ સ્થાનિક સત્તામંડળો ગણેશ વિસર્જન માટે શક્ય તેટલા વધારે કુત્રિમ વિસર્જન કુંડ બનાવવાના રહેશે. જેથી કોઈ એકજ સ્થળે ભીડ એકત્રિત થાય નહિ સરકાર દ્વારા માર્ગદર્શિકામાં જણાવેલું છે.

જેથી પાદરા શહેરના ગણેશ મંડળો દ્વારા તંત્ર દ્વારા કેટલા કુંડ બનાવવામાં આવશે અને ક્યાં ક્યાં બનાવવામાં આવશે તેની જાહેર જનતાને જોગ જાણ કરવામાં આવે અને વહીવટી તંત્ર દ્વારા આ વ્યવસ્થા ના થઇ શકે તો સ્થાનિક સતામંડળને કોઈ પણ સરકારી જગ્યા યુવક મંડળોને ફાળવવામાં આવે તો તમામ યુવક મંડળો પોતાના સ્વખર્ચે કૃત્રિમ કુંડ બનાવી ગણેશજીનું વિસર્જન કરી શકે તેવી લેખિત રજુઆત પાદરા પાલિકા પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા, ચીફ ઓફિસર મુકેશ જોશીને કરેલી છે. અને ગણેશ મંડળો દ્વારા તાજેતરમાં બનેલા તળાવમાં વિસર્જન નહિ કરવા જણાવેલું હતું અને રામેશ્વર તળાવમાં ગટરનું પાણી આવતું હોઈ તેના માટે રામેશ્વર તળાવમાં વિસર્જન કરવાની ગણેશ મંડળો દ્વારા સ્પષ્ટ ના પડી દેવામાં આવી હતી.

શોભાયાત્રા સાઉન્ડ સિસ્ટમ સાથે કાઢવા આવેદન
ગણેશ યુવક મંડળો દ્વારા પાદરા તાલુકા સેવાસદન મામલતદાર કચેરી તેમજ પાદરા પોલીસને આવેદનપત્ર આપી લેખિત રજુઆત કરી છે. પાદરા શહેરમાં ગણેશજીની ભાદરવા સુદ 4 ગણેશ ચતુર્થી દરમ્યાન શેરી-સોસાયટીઓમાં 250 જેટલી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. હાલ કોરોનાની મહામારી લઈને ગૃહ વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડેલી છે. જેમાં ગણેશ ચતુર્થી હોઈ સશોભાયાત્રા તેમજ વિસર્જન માટે યુવક મંડળો દ્વારા ફક્ત 15 વ્યક્તિઓની માત્રામાં એક જ વાહન મારફતે સ્થાપના વિસર્જન કરી શકશે, જેનું યુવક મંડળ દ્વારા સરકારનું પાલન કરવામાં સહમત છે.

અન્ય સમાચારો પણ છે...