આયોજન:સ્વયમ્ સૈનિક દળ દ્વારા મહાસભા, મહાસલામી અને મહારેલી યોજાઇ

પાદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભીમા કોરેગાંવ - શૌર્ય દિવસ અને સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતી નિમિત્તે પાદરામાં આયોજન કરાયું

પાદરામાં ભીમા કોરેગાંવ - શૌર્ય દિવસ અને રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ દ્વારા મહાસભા, મહાસલામી અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1/1/1818ના દિવસે મહારાષ્ટ્ર રાજ્યના પુના શહેર પાસે ભિમા નદીના કાંઠે થયેલ વિશ્વનું અદ્વિતીય યુદ્ધ કે જેને વિશ્વના ઈતિહાસ, ભૂગોળની સાથે સાથે ગણિત પણ બદલી નાખ્યું હતું. 500 મૂળનિવાસી બહુજન સમાજના જાંબાઝ, ફૌલાદિ યોદ્ધાઓએ, 28000 વિદેશી આર્ય પેશવાઓને ગાજર - મૂળાંની જેમ કાપીને ફેંકી દીધા હતા.

એવા શૂરવીર, જાંબાઝ, ફૌલાદિ, હજારો વર્ષની ગુલામીનો ખાત્મો કરી, માન - સન્માન, સ્વાભિમાનની લડાઈ લડનાર ક્રાંતિકારી સૈનિકોને મહાસલામી આપવા અને લાખો - કરોડો મૂળનિવાસી બહુજન સમાજના લોકોની માતા ક્રાંતિ જ્યોતિ, ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે સન્માન આપવા, પાદરા તાલુકાના સ્વયમ સૈનિક દલના ભીમ સૈનિકો દ્વારા પાદરાના પીપી શ્રોફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમા મોટીસંખ્યામાં ભેગા થઈ મહાસભા કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...