તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:કાળાબજાર કરતા વેપારીઓ માટે લોકડાઉન પૈસો રળી આપનાર બન્યું

પાદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તકનો લાભ લઈ બીડી, સિગારેટ, તમાકુની પડીકીની કિંમતમાં વધારો કર્યો
 • તંત્ર દ્વારા કાળાબજાર કરનારાઓ સામે પગલાં ભરવા માગ

પાદરામાં મીની લોકડાઉનથી હોલસેલના વેપારીઓ તકનો લાભ લઈને બીડી, સિગારેટ, ગુટખા, તમાકુ, પડીકી જેવી વસ્તુઓના ભાવમાં પાદરાના જૂનીશાક માર્કેટ પાસે આવેલ તેમજ સરદાર પટેલ માર્કેટવિસ્તારમાં આવેલ કેટલાક હોલસેલના વેપારીઓએ કિંમતમાં વધારો કરી લીધો છે. કાળા બજારના હોલસેલના વેપારી માટે લોકડાઉન પૈસો કમાવી આપનાર બની ગયું છે. ત્યારે વહીવટી તંત્ર ભાવ કરતા વધુ કિંમતે માલનો સંગ્રહ કરી વેચાણ કરતા કાળા બજાર કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી પગલાં ભરે તેવી તાલુકાના વેપારીઓ ગ્રામ જનો, નગરજનોની માંગ ઉભી થવા પામી છે.

પાદરામાં બપોરે 3થી વહેલી સવારના 6 વાગ્યા સુધી બજારો બંધ રાખવાની જાહેરાત થવા પામી છે. જે નાના વેપારીઓ માટે નુકસાનનો સોદો બની ગયો છે. નાના વેપારીઓને મરણ તોલ ફટકો પડી રહ્યો છે. જ્યારે હોલસેલ ના વેપારીઓ માટે લોકડાઉન પૈસો કમાવી આપનાર બની ગયું છે. પાદરામાં જૂની શાકમાર્કેટ પાસે આવેલ તેમજ સરદાર પટેલ શાકમાર્કેટ પાસેના હોલસેલ વેપારીઓ લોકડાઉનમાં મોટા પાયે માલનો સ્ટોક કરી ગુટખા, તમાકુ, બીડી, સિગારેટ, જેવી વસ્તુઓ અને જરૂરી ચીજ વસ્તુઓનો ભાવ વધારી દીધો છે.

કોરોના સંક્રમણ ને વધતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ૨૯ શહેરો માં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ ધંધા રોજગારની દુકાનો તથા પાન ના ગલ્લા બંધ રાખવાનો આદેશ કર્યો છે. જેથી મોટા શહેરો માંથી હોલસેલ બીડી , સિગારેટ, ગુટખા, વગેરે જેવી ચીજો લાવી છૂટક વેપાર કરનાર નાના વેપારીઓની હાલત કફોડી થઇ ગઇ છે. રૂા. 5ના માલના સીધા ડબલ 10 રૂપિયા ગ્રાહકોને ખરીદવાનો વારો આવ્યો છે.

બીજી તરફ આદેશનો પાદરામાં કેટલાક વેપારીઓએ ફાયદો ઉઠાવી શહેરી વિસ્તાર સિવાયની દુકાનો તાલુકા મથક પર આવેલી છે. તેમને રાતો રાત ભાવમાં વધારો કરી તગડો નફો કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે તકનો લાભ લઈને માલના ભાવ માંવધારો કરતા કાળાબજારીયાઓ સામે તંત્ર પગલાં ભરે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો