કાર્યવાહી:ટેમ્પોમાં મારબલના પાઉડરની થેલીઓ વચ્ચે સંતાડીને લવાતો દારૂ જપ્ત કરાયો

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા LCBએ સિંધરોટ પાસેથી ટેમ્પો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
  • ~96 હજારનો દારૂ, પાઉડરની બેગ, ટેમ્પો સહિત 6.14 લાખની મતા જપ્ત

વડોદરા જિલ્લા એલસીબીએ સિંધરોટ પાસેથી આઇશર ટેમ્પોમાં મારબલના પાવડરની થેલીઓ વચ્ચે સંતાડીને લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વડોદરા જિલ્લા એલસીબી ટીમ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ગુલાબી કલરના આઇશર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આંકલાવથી સિંધરોટ થઈ જંબુસર તરફ જનાર છે.

જે બાતમીના આધારે વડોદરા જિલ્લા એલસીબીએ સિંધરોટ પાસે ટેમ્પાને રોકી તપાસ કરતા મારબલના પાવડરની થેલીઓ વચ્ચે દારૂના બોકસો થેલીઓમાં ભરેલ મળી આવ્યા હતા. એલસીબી પોલીસે વિદેશી દારૂની 180 એમએલની બોટલો નંગ 960 કી. 96000, આઇશર ગાડી કી. 5 લાખ, મોબાઈલ નંગ 1 કી. 500 તથા મારબલ પાવડર બેગ નંગ 200 કી. 17500 મળી કુલ 6.14 લાખના મુદ્દામાલ સાથે આરોપી ચુનીલાલ દાલુજી ચૌહાણ, રહે. 392, સંતરામ નગર સોસાયટી, પાદરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...