તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મહુવડની બેન્કર હાર્ટમાં નિ:શુલ્ક કોવિડ સેન્ટર શરૂ

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેન્કર નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ક્વોરન્ટાઈન સેન્ટર. - Divya Bhaskar
બેન્કર નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ક્વોરન્ટાઈન સેન્ટર.
  • અનુભવી ડોક્ટર્સ તથા પેરામેડિકલ સ્ટાફ મળશે
  • 108 વ્રજરાજકુમારજીના હસ્તે સેન્ટરની શરૂઆત

પાદરાના મહુવડની બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં નિશુલ્ક કોવીડ ક્વોરન્ટાઇન સેન્ટરનો 108 વ્રજરાજકુમારજીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહુવડ તેમજ આસપાસના ગામોના વિસ્તારમાં સંક્રમણને અટકાવવા માટે અને દર્દી તેમજ ગ્રામજનોને યોગ્ય સુવિધા મળી રહે તે માટે પાદરાના મહૂવડ ખાતે આવેલ બેન્કર્સ ઇન્સ્ટિટ્યૂટમાં નિશુલ્ક કોવીડ કોરેનટાઈન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટર બેન્કર ગ્રુપ હોસ્પિટલ દ્વારા શરૂ કરાયું છે, જેમાં બેન્કર્સ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ મહુવડ ખાતે એ-સીમ્પ્ટોમેટીક અથવા માઈલ્ડ સીમપ્ટમ્સ ધરાવતા દર્દીઓને અનુભવી ડોક્ટર્સ તથા પેરામેડીકલ સ્ટાફ દ્વારા સારવાર આપશે.

જેમાં દર્દીઓ માટે સગવડો પણ ઉભી કરાઇ છે. દવાઓથી લઇને મનોરંજન સહિત હોસ્પિટલની બહાર વિશાળ ગાર્ડનમાં પોતે રમણીય વાતાવરણની અનુભૂતિ કરી શકે અને કોરોનાંને મ્હાત આપવામાં સફળ રહે તે પ્રકારનું વિવિધ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વ્રજરાજકુમારજી મહોદયના હસ્તે તેઓના આશીર્વાદથી આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો.દર્શન બેન્કર, ડો.પારુલ બેન્કર સહીત છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા, પાદરા ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર, જીલ્લા પંચાયત સભ્ય અર્જુનસિંહ પઢીયાર તેમજ હર્ષદસિંહ પરમાર, પાદરા મામલતદાર રિદ્ધિ રાજ્યગુરુ સહિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બ્લોક હેલ્થ ઓફિસર વિમલકુમાર સિંઘ અને ગામના સરપંચ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...