12 માસના કામકાજનો અહેવાલ:પાદરા નાગરિક બેંકની સાધારણ સભામાં ગત વર્ષના રિપોર્ટ વંચાણે લઈ બહાલી અપાઈ

પાદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ કાળીદાસ ગાંધીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું

પાદરા નગર નાગરિક સહકારી બેંકની 57મી મળેલી વાર્ષિક સાધારણ સભામાં સને 2020/ 2021ના વર્ષનો ઓડિટ રિપોર્ટ વંચાણમા લઈ બહાલી આપવામાં આવી હતી. જે દરમિયાન મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. પાદરા નગર નાગરિક સહકારી બેંક 57મી વાર્ષિક સાધારણ સભા બેંકના પ્રમુખ કાળીદાસ અંબાલાલ ગાંધીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં તારીખ 31મી માર્ચ 2021ના રોજ પુરા થતા 57 વર્ષના 12 માસના કામકાજનો અહેવાલ નફા-ખોટના પત્રક, વાર્ષિક હિસાબો, ઓડિટ રિપોર્ટ સહિત બેંકની પ્રવૃત્તિઓની માહિતી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી રજૂ કરી સૌ /સભાસદોનું હાર્દિક સ્વાગત કર્યું હતું.

સભાની શરૂઆતમાં ગત સાધારણ સભાની કાર્યવાહી વંચાણે લઈ મંજૂર કરવામાં /આવી હતી. ત્યારબાદ બોર્ડ ઓફ ડિરેક્ટર તરફથી તારીખ 31/3/2021ના રોજ પૂરા થતા તૈયાર અહેવાલ સરવૈયું તથા નફા નુકસાનના હિસાબો તથા નફાની ફાળવણી વંચાણે લઈ બહાલી આપી હતી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અને 2020/21 નવા વર્ષ માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોની નોંધ લેવામાં આવી હતી. ગત વર્ષના આખરી મહિનાથી શરૂ થયેલી આ મહામારીએ અતિ ગંભીર સ્વરૂપ ઉપર આવી ગયું.

નાના-મોટા તમામ વેપારીઓના ધંધા રોજગાર પરચુરણ કામ કરી રોજીરોટી કમાતા તમામ કારીગરો બેરોજગારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ સમયે દરમિયાન ગુજરાત રાજ્યની સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત રાહતદરની લોનની સ્કીમ તમામ સરકારી સંસ્થાઓ દ્વારા આપવાની જાહેરાત કરતાં નાના-મોટા 303 ખાતેદારોને માતબર ધિરાણ પુરૂ પાડયું હતું. જિલ્લામાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બેન્કના શેર ભંડોળ રિઝર્વફંડ તેમજ અન્ય થાપણો રોકાણો નફાની નીફાળવણી એનપીએ ઓડિટ સહિત ડિપોઝિટ ઈન્સ્યુરન્સ સહિતની સભાસદોને સમજ પૂરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...