તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બારીયા સમાજના 16 નવ દંપતીને કરિયાવર અપાયો

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરા બારીયા સમાજના યોજાયેલ સમૂહ લગ્નમાં કરિયાવરની ચીજવસ્તુઓ દાન આપતા નજરે પડે છે. - Divya Bhaskar
પાદરા બારીયા સમાજના યોજાયેલ સમૂહ લગ્નમાં કરિયાવરની ચીજવસ્તુઓ દાન આપતા નજરે પડે છે.
  • દીકરીઓને કરિયાવરમાં ઘરવખરી, ફ્રીજ, તિજોરી, ખુરશી સહિતના વાસણો અપાયા
  • પાદરાના મહુવડ રણછોડજી મંદિરે 4 મેના રોજ બે તબક્કામાં સમૂહલગ્ન યોજાયા હતા

પાદરા શહેર તાલુકાના સમગ્ર હિન્દુ બારીયા સમાજ દ્વારા ગત તા. 4 મે 2021ના રોજ સમૂહલગ્ન બે તબક્કામાં યોજાયા હતા. જે નવદંપતીઓને કોરોનાના કારણે સાદગીથી સમાજના સહયોગથી પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જે તમામને શુક્રવારે કરિયાવર ચીજવસ્તુઓ પાદરાના માજી ધારાસભ્ય દીનુમામાં તેમજ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી. પાદરા તાલુકાના સમગ્ર હિન્દુ બારીયા સમાજ દ્વારા 21મો સમૂહ લગ્નોત્સવ ગત તારીખ 4 મે 2021ના રોજ પાદરાના મહૂવડ રણછોડજી મંદિર ખાતે બે તબક્કામાં યોજાયા હતા.

આ સમૂહ લગ્નમાં 16 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં કોરોનાના કારણે સરકારની ગાઇડ લાઇનના કારણે સમાજના જ સભ્યો માજી ધારાસભ્ય દિનુમામા સહિત જૂથ વ્યક્તિઓની હાજરીમાં લગ્ન યોજાયા હતા. 16 નવદંપતીઓએ પ્રભુતામાં બે તબક્કે સાદગીથી લગ્નો યોજી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

લગ્નો ઉત્સવમાં પ્રભુતામાં પગલા પાડેલ દીકરીઓને શુક્રવારે કરિયાવરની ચીજવસ્તુઓ આપવાનો કાર્યક્રમ માજી ધારાસભ્ય દીનું મામા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં 16 નવદંપતીઓને કરિયાવરની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. જેમાં ઘરવખરી અને ફ્રીજ, તિજોરી, ખુરશી સહિતના વાસણો આપવામાં આવ્યાં છે, સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર 16 જોડાઓ સાથે સમગ્ર હિન્દુ બારીયા સમાજ તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...