પાદરામાં બંગાળી સમાજની ખાસ્સી એવી વસતી છે. આ બંગાળી ભાઈઓ મોટા ભાગે નગરના ચોક્સી બજાર ખાતે સોનાના અલંકાર બનાવવામાં નિપુણ છે અને આ સોની કામમાં કસબ દ્વારા જીવન ગુજારો કરી રહ્યો છે. શ્રી સાર્વજનિક કાલી પૂજાનો આ સમાજ દ્વારા વર્ષો વર્ષ ઉજવાતો હોય છે. આ કાલી પૂજાનો મહોત્સવ સ્વામી વિવેકાનંદ સ્મૃતિ સંઘના આયોજકો દ્વારા ઉજવવામાં આવે છે. શ્રી સાર્વજનિક કાલી પૂજાની સ્થાપના 2002માં થયેલ છે અને હાલ આ વર્ષે 20મુ વર્ષ છે. પાદરા નગરની ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં કચ્છી પટેલની વાડીની સામે સ્ટેશન રોડ ખાતે પૂજા મંડપની સ્થાપના કરવામાં આવી રહી છે.
તારીખ 4 નવેમ્બર 2021થી તારીખ 7 નવેમ્બર 2021 દરમિયાન શ્રી મહાકાલી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમના અતિથિ વિશેષ નગરના ચોક્સી મહાજન મંડળના પ્રમુખ સૂર્યકાન્ત શાહ, ઉપપ્રમુખ અતુલભાઈ શાહ, સદસ્ય ચોક્સી મંડળના સુધીરભાઈ ચોક્સી, પાદરા પાલિકા પ્રમુખ તથા સદસ્યો હાજર રહેશે. તા. 4થી 7 દરમિયાન કાલીમાતાના જુદા જુદા ધાર્મિક ઉત્સવો ઉજવાશે. તા. 7 નવેમ્બરે માતાજીની નગરયાત્રાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં નગર યાત્રા સરકારના કોવિડ નીતિ નિયમો સાથે કરવામાં આવશે તેમ આ બંગાળી સમાજના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.