નિમણુંક:પાદરાના જીતેન્દ્રસિંહ વાઘેલાની કિસાન મોરચાના પ્રમુખ તરીકે વરણી

પાદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીતેન્દ્રસિંહ વાઘેલાનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. - Divya Bhaskar
જીતેન્દ્રસિંહ વાઘેલાનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું.
  • એજન્ડા પરના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા

પાદરાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મળેલી સામાન્ય સભામાં ખેડૂત પ્રતિનિધિની ખાલી પડેલી જગ્યા ભરવા નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર દરખાસ્ત કરવા મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ બજાર સમિતિના ડિરેક્ટર જીતેન્દ્રસિંહ ચંદ્રસિંહ વાઘેલા-જાસપુર ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ તરીકે વરણી થતાં જીતેન્દ્રસિંહ વાઘેલાનું શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા સહકારી સંઘના પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, બજાર સમિતિના ચેરમેન ભાસ્કર પટેલ, ઉપપ્રમુખ સચીન ગાંધી તેમજ ખેડૂત અને વેપારી વિભાગના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

પાદરા બજાર સમિતિમાં પ્રમુખ ભાસ્કર પટેલના અધ્યક્ષસ્થાને સાધારણ સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડા પરના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. બજાર સમિતિના તમામ ડિરેક્ટરો પણ હાજર રહ્યા હતા. સભાની શરૂઆતમાં ગત સભાના પ્રોસિડિંગને વંચાને લઈ બહાલી આપી 2020-21ના વાર્ષિક હિસાબો મંજૂર કરવામાં આવ્યા હતા.તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે નરસિંહભાઈ જી પટેલ એન્ડ કંપની વડોદરાની નિમણૂક કરવામાં આવી હતી.

તેમજ અતુલભાઈ મનુભાઈ પટેલ ક્લાર્ક વયમર્યાદાને કારણે નિવૃત થતાં તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ખેડૂત પ્રતિનિધિની ખાલી પડેલી જગ્યા ભરવા ચૂંટણી કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. પાદરા સરદાર પટેલ શાકમાર્કેટ અને બજાર સમિતિના તેમજ ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી વિકાસના કામોને વેગ આપવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...