તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહીવટી ચાર્જનો વિરોધ:પાદરામાં 1500 લારી ગલ્લા-પથારાધારકો દ્વારા જડબેસલાક બંધ

પાદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ વહીવટી ચાર્જના વિરોધમાં સોમવારે તમામ લારી, ગલ્લા, પથારાવાળાઓએ સ્વયંભૂ બંધ પાળી વિરોધ દર્શાવી પાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું. - Divya Bhaskar
પાદરા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ વહીવટી ચાર્જના વિરોધમાં સોમવારે તમામ લારી, ગલ્લા, પથારાવાળાઓએ સ્વયંભૂ બંધ પાળી વિરોધ દર્શાવી પાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

પાદરા નગરપાલિકા દ્વારા લારી ગલ્લા અને પથારાધારકો પર વહીવટી ચાર્જની વસૂલાત કરવાની શરૂઆત કરાતાં વેન્ડિંગ કમિટી સભ્યો તેમજ તમામ લારી ગલ્લા અને પથારાધારકોએ તેનાં વિરોધમાં પાદરાના તમામ લારી ગલ્લા અને કેબીનોવાળાએ જડબેસલાક બંધ પાળીને વિરોધ દર્શાવ્યો હતો.

1500 ઉપરાંતના લારી ધારકોએ બંધ પાળી પાલિકા દ્વારા ઈજારો આપી શરૂ કરાયેલ વહીવટી ચાર્જ સામે સખત વિરોધ નોંધાવ્યો છે. તે સાથે તમામ લોકો મોટી સંખ્યામાં પાદરા ફૂલબાગ જકાતનાકા પાસે આવેલા મોરારબાગ ખાતે એકત્રિત થતાં પોલીસે લારી ગલ્લા આગેવાનો તેમજ કોંગી કાર્યકરો સાથે 1 મહિલા સહિત કુલ 6ની અટકાયત કરી હતી. ત્યારબાદ જામીન પર છૂટકારો મેળવીને નગરપાલિકામાં ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપ થવા પામતાં એક સમયે ઉતેજના ભર્યો માહોલ સર્જાયો હતો.

પથારાધારકો દ્વારા જડબેસલાક બંધ.
પથારાધારકો દ્વારા જડબેસલાક બંધ.

પાદરા નગરપાલિકા દ્વારા નગરમાં લારી- ગલ્લા અને પથારાધારકો પર પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરાયો હતો. જેમાં 6x6 લારીની જગ્યાના 20, કેબિનના 50 અને તેથી વધુ પથારાના 60 રૂપિયા અને તેથી વધુ સ્કે.ફૂટ પ્રમાણે દૈનિક વહીવટી ચાર્જ નક્કી કર્યાનો ઠરાવ મંજૂર કરાયો હતો. લારી ગલ્લા અને પથારાવાળા માટે વહીવટી ચાર્જ વસૂલ કરવા માટે ઇજારો આપતા અને તેની શરૂઆત થતાં તમામે વિરોધ દર્શાવી સોમવારે સજ્જડ બંધ પાળ્યો હતો. લારી ગલ્લા એસો.ના આગેવાનોએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપી રજૂઆત કરી આવતીકાલથી પાલિકા દ્વારા વસૂલ કરાતો કોઈ ચાર્જ આપશે નહિ તેમ જણાવ્યું હતું.

અમે કાયદા મુજબ જ અમારી જગ્યા માગીએ છીએ અને અમે ભાડું આપવા તૈયાર છે
સરકાર દ્વારા સ્ટ્રીટ વેન્ડરના કાયદાના નિયમ મુજબ મહીને રૂપિયા 500 આપવા તમામ લારી ગલ્લા ધારકો આપવા તૈયાર છે. અમે હક્કની લડાઈ લડીએ છીએ. અમે કાયદા મુજબ જ અમારી જગ્યા માગીએ છીએ અને અમે ભાડું આપવા તૈયાર છે. પાલિકાએ વચેટીયાઓને ઉભા કરીને 39,60,000 નક્કી કરી ઈજારો આપવામાં આવ્યો છે. તે વચેટીયા મન ફાવે વહીવટી ચાર્જ વસૂલે છે. તે ખોટું છે. સ્ટ્રીટ વેન્ડરના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના પાલિકાએ ઈજારો આપી ઠરાવ પાસ કરેલ છે તેનો અમે પાદરાના તમામ લારી ગલ્લાવાળા વિરોધ નોધાવીએ છીએ. > અમજદ ગરાસિયા, અગ્રણી, લારી ગલ્લા એસોસિએશન

પાલિકામાં ઠરાવ મુજબ નક્કી કરાયેલ વહીવટી ચાર્જ વસૂલાશે
ગત તા.14 એપ્રિલના રોજ લારી એકતા સમિતિ પ્રમુખ અને આગેવાનો ઉપવાસ પર બેઠા હતા. અને તેઓની માગણીઓને ધ્યાન લઈને જ વહીવટી ચાર્જ નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ માત્ર એક જ આગેવાન અમજદ ગરાસિયા પોતાનો રાજકીય રોટલો શેકવા તમામ લારી ગલ્લા અને પથારા તેમજ કેબિન ધારકોને ગેરમાર્ગે દોરે છે. પણ પાલિકામાં ઠરાવ મુજબ નક્કી કરવામાં આવેલ વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે. > ચૈતન્યસિંહ ઝાલા, પ્રમુખ, પ્રવક્તા પાદરા નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...