ધરપકડ:પાદરામાંથી 68 હજારના ચાઈનીઝ દોરાના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

પાદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય SOGએ બાતમીને આધારે પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વેપારીને ઝડપ્યો
  • ડભાસામાં જાહેરનામાના ભંગ બદલ એકની ધરપકડ

વડોદરા ગ્રામ્ય એસઓજી ટીમએ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી માત્રામાં ચાઈનીઝ પ્લાસ્ટિક દોરી સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. વડોદરા ગ્રામ્ય એસઓજીને બાતમી મળી હતી કે ચાઈનીઝ દોરીનું એક વેપારી દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેની ચોકસ બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એસઓજી ટીમ દ્વારા દરોડો પાડતા મોટી માત્રામાં ચાઈનીઝ દોરાનો જથ્થો મળી આવ્યો હતો. વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમ્યાન ચોકસ બાતમીના આધારે 366 નંગ ચાઈનીઝ પ્લાસ્ટિક દોરીને ઝડપી એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.

પાદરાના ડભાસા ગામ પાસે કોઠી વગામાં રહેતા અજય હસમુખભાઈ ગોહિલની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી. મોનો સ્કાય નામની કંપનીની ચાઈનીઝ પ્લાસ્ટિક દોરી 366 નંગ કિંમત રૂપિયા 68,000ના મુદ્દામાલ સાથે એક ઇસમ સામે કલમ 188 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...