એકલબારા સીમમાં મુજપુર બ્રિજ તરફ જવાના રોડ પર હોટલની પાછળ ખેતરમાં હરેશભાઈ પઢિયાર રહે એકલબારા તેમજ સોમાભાઈ ઉર્ફે મહેશ ચૌહાણ રહે બામણગામના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વિદેશી દારૂનું છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પાદરા પોલીસે તપાસ કરતા ખેતરમાંથી એક પ્લાસ્ટિકનો સફેદ કલરનો થેલામાં ~6300 વગર પાસ પરમીટે વેચાણ કરતા હતા.
રેડ દરમિયાન સોમાભાઈ ચૌહાણને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે હરેશ પઢીયાર રેડ દરમિયાન ભાગી ગયો હતો. પોલીસે બે ઈસમો સામે કાર્યવાહી કરી ભાગી ગયેલા ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.