તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાદરા વિશ્રામપુરા નજીક બાઈક ચાલકે ટક્કર મારતાં સારવાર વેળા ઇસમનું મોત

પાદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાદરા વિશ્રામપુરા ગામ પાસે બાઈક ચાલકે અંબે માતાના મંદિરે આરતી કરી ઘરે જવા રોડની કિનારો ઉપર ઉભેલ એક ઇસમને ટક્કર મારતા ધડાકાભેર રોડ ઉપર પડી જતા માથાના ભાગે કાનના ઉપરના ભાગે ગંભીર ઇજા થતાં વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક અને પાછળ બેઠેલ મહિલા સહિત કુલ 2ને ગંભીર ઇજાઓ થયેલ હોવાની ફરિયાદ વડુ પોલીસ મથકે નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાદરાના વિશ્રામપુરા ગામે રહેતા નયનભાઈ ઠાકોરભાઈ પરમારના મોટાબાપુ જશભાઈ મથુરભાઈ પરમાર, 50 અંબે માતાના મંદિરે આરતી કરી ઘરે જવા રોડના કિનારા પર તેના પૌત્ર ભવ્યને લઈને ઉભા હતા. તે દરમિયાન વિશ્રામપુરા કોલોની પાસે બાઈક ચાલક જંબુસર તરફથી પાદરા જતા જશભાઈ પરમારને ટક્કર મારતા નીચે પટકાતા માથાના, કાનના ભાગે ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા પ્રથમ વડુ સીએચસી ખાતે સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બાીક ચાલક તેમજ પાછળ બેઠેલ મહિલાને પણ માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાની ફરિયાદ વડુ પોલીસ મથકે નોંધાતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...