તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વહીવટી ચાર્જ ભરવાનો ઇનકાર કરતા ઇસમોના દબાણ હટાવાશે

પાદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરામાં લારી ગલ્લા, પથારાવાળાઓ પાસે ચાર્જ વસૂલાતા બંધ પાળી વિરોધ

પાદરા નગરપાલિકા દ્વારા લારી ગલ્લા અને પથારાધારકો પર વહીવટી ચાર્જ વસુલાત કરવાની કડક નિતિ અપનાવતા પોતાના નિર્ણય પ્રમાણે જ વહીવટી ચાર્જ વસુલ કરેલો છે. અને કેટલાક ઈસમોએ વહીવટી ચાર્જ ભરવાનો ઇનકાર કરતા આવા ઇસમોનું દબાણ હટાવવા નગરપાલિકા કડક કાર્યવાહી કરવાની હિલચાલ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે. જેમાં અસરકારક કાર્યવાહી કરવાની ગતિવિધિ તેજ કરી છે.

પાદરા નગરપાલિકા પ્રમુખ મયૂર્ધ્વજસિંહ ઝાલાના પ્રવક્તા પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નગરપાલિકા વહીવટી ચાર્જ નહિ ભરતા ઇસમોનું દબાણ હટાવવાની તેમજ નડતરરૂપ દબાણને તેમજ બિન ઉપયોગી દબાણો હટાવી પાદરામાં અસરકારક કાર્યવાહી કરવાની ગતિવિધિ તેજ કરી હોવાનું જણાવ્યું હતું.

પાદરા નગર પાલિકા દ્વારા લારી ગલ્લા પથારાધારકો પર વહીવટી ચાર્જની વસુલાત કરવાની શરૂઆત કરતા સ્ટ્રીટ વેન્ડર કમિટી સભ્યો, લારી ગલ્લા પથારા ધારકોએ તેના વિરોધમાં જડબેસલાક બંધ પાળીને વિરોધ દર્શાવ્યો હતો.

1500 જેટલા લારીધારકોએ બંધ પાળી પાલિકા દ્વારા ઇજારો આપી શરૂ કરાયેલા વહીવટી ચાર્જ સામે સખત વિરોધ નોંધાવ્યો છે. મોટીસંખ્યામાં મોરારબાગમાં ભેગા થયા હતા. એકત્રિત થતા પોલીસે 6ની અટકાયત કરી હતી. ત્યારબાદ છુટકારો મેળવીને ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું. જેમાં સામ સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો થવા પામતા એક સમયે ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરાયો હતો. જેમાં વહીવટી ચાર્જ વસુલ કરવા ઠરાવેલ હતું. જેમાં સ્કવેર ફૂટ પ્રમાણે દૈનિક વહીવટી ચાર્જ નક્કી કર્યાનો ઠરાવ મંજુર કરાયો હતો. જેનો ઇજારો વહીવટી ચાર્જ વસુલ કરવા માટે ઇજારો આપતા તેની શરૂઆત થતા લારી ગલ્લા, પથારાવાળાઓએ વિરોધ દર્શાવી બંધ પાળી આવેદન પત્ર આપ્યું હતું.

પાલિકા દ્વારા વસુલ કરાતા કોઈ ચાર્જ અપાશે નહિ તેમ જણાવ્યું હતું. આજરોજ પ્રમુખ, પ્રવક્તા ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નગર પાલિકા વહીવટી ચાર્જ નહિ ભરતા ઇસમોનું દબાણ હટાવવાની તેમજ નડતર રૂપ દબાણો તેમજ બિનઉપયોગી દબાણો હટાવી પાદરામાં અસરકાર કાર્યવાહી કરવાની ગતિવિધિ તેજ કરી છે. લારીગલ્લા, પથારાવાળા ઇસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...