તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:પાદરામાં સફાઈ વેરો નહીં વધારવા માટે જાગૃત નાગરિકોની રજૂઆત

પાદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંધા અરજી સામે પાલિકાએ નોટિસ કાઢી સુનાવણી રાખી હતી

પાદરા નગરપાલિકા દ્વારા સફાઈ ઉપકર વેરો 200 ટકા વધારવા માટે 2020માં આવેલી વાંધા અરજી સામે પાલિકાએ નોટિસ કાઢી સુનાવણી રાખી હતી. જેમાં સુનાવણી દરમિયાન જાગૃત નાગરિકો દ્વારા કોરોનાની મહામારીમાં સફાઈ વેરો વધારવામાં ન આવે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.ગત વર્ષે તા.5 ફેબ્રુઆરી 2020ના રોજ ખાસ સફાઇ ઉપકર વેરો 200% જેટલો વધારવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. એની સામે પાદરા ગામના 150થી વધુ જાગૃત નાગરિકોએ તા.14 ફેબ્રુઆરી 2020ના રોજ વાંધા અરજી આપેલી હતી.

ત્યાર બાદ ખાસ સફાઇ ઉપકર વેરો વધ્યો ન હતો. જે અંતર્ગત મંગળવારે પાદરા નગરપાલિકા દ્વારા નોટિસો કાઢવામાં આવી હતી. પાદરા પાલિકાના કારોબારી સમિતિના અધ્યક્ષ નયન ભાવસારના અધ્યક્ષસ્થાને મળેલ મીટિંગમાં ફરી એકવાર જાગૃત નાગરિકોએ 2020માં આપેલ વાંધા અરજી સામે પાલિકાએ નોટિસ કાઢી હતી. તારીખ 7/8/9 જૂન 2021ના રોજ એ વાંધા અરજીની સુનાવણી રાખી હતી.

સુનાવણીમાં જાગૃત નાગરિકો આશિષ પટેલ, હાર્દિક વૈદ્ય, જીતેન્દ્ર પટેલ, દિલીપભાઈ ચીકુ, પરેશ ગાંધી રામ સહિતના વિવિધ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને લઇ મહામારીમાં ખાસ સફાઇ વેરો વધારવામાં ન આવે તેમજ અન્ય રીતે નગરપાલિકાની આવકમાં વધારો થાય એવા જરૂરી સૂચનો આપ્યા હતા. હાલમાં લોકો પર કમરતોડ વેરો નાંખી આ કોરોનાની મહામારીમાં તકલીફ આપવી યોગ્ય નથી તેમ જણાવી આપણે વેરો ઘટાડી ના શકીએ પરંતુ ખાસ સફાઈ વેરો વધારવો યોગ્ય નથી તેવી રજૂઆત કરાઇ હતી.

પાલિકાની આવકમાં વધારો થાય એવા કરાયેલા સૂચનો

  • નગરપાલિકાની માલિકીની જગ્યા પર દુકાનોનું નવીનીકરણ કરવામાં આવે.
  • હોર્ડિગ્સ માટે જાહેરનામું બહાર પાડીને વાર્ષિક ભાડું નક્કી કરી કરાર કરવા આવે.
  • તળાવોની સાફ સફાઈનો ખર્ચો થાય છે એની જગ્યાએ મત્સ્ય ઉદ્યોગવાળાને આપી એક આવક ઊભી કરાય.
  • જે નગર પાલિકાની મહેકમ ખર્ચ આશરે 48% ઉપર હોય એ નગર પાલિકા છઠ્ઠુ પગારપંચ ચૂકવી શકે નહીં. જ્યારે આપણી પાલિકાનો મહેકમ ખર્ચ આશરે 58%જેટલો છે.
  • અંબાજી તળાવમાં બોટિંગની સુવિધા ઊભી કરાય અને એક વધારાની આવક ઊભી કરવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...