તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:આઇઓસીએલની પાઇપલાઈનના વળતર બાબતે રજૂઆત કરાઈ

પાદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરા તાલુકામાં I.O.C.L સાથે ભારતીય કિસાન સંઘની બેઠક મળી હતી - Divya Bhaskar
પાદરા તાલુકામાં I.O.C.L સાથે ભારતીય કિસાન સંઘની બેઠક મળી હતી
  • પાદરા તાલુકામાં I.O.C.L સાથે ભારતીય કિસાન સંઘની બેઠક મળી

પાદરા તાલુકામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કંપની સાથે ભારતીય કિસાન સંઘની બેઠક I.O.C.L કંપની દ્વારા પાદરા તાલુકામાં પાઇપલાઇન નાંખવાની કામગીરી ચાલુ હતી. પાદરા તાલુકાના આંતી તથા તાજપુરા લાઈન પસાર કરતા ખેડૂતોને ઓછું વળતર બાબતે જેમાં ભા. કિ. સંઘ વચ્ચે રહી પૂરેપૂરું વળતર અપાવેલ હતું.

જેમાં આંતી ગામના ખેડૂતોને I.O.C.L કંપની દ્વારા મલેક અબ્દુલ ગુરામાં જલારને 5,86,976ની રકમ તથા મલેક શબ્બીર કરીમ અલામાંને 5,86,976 રકમની નોટિસ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 48, 49 હેઠળ તથા ફોજદારી અધિનિયમ કલમ 186, 188, 189, 353, 357 હેઠળની કાર્યવાહી કરવા તથા નોટિસની રકમ ભરપાઈ કરવા જાણ કરવામાં આવી હતી.

તથા ભા.કી.સંઘના જિલ્લા પ્રમુખ ઠાકોરભાઈ પટેલને પણ આંતી તથા તાજપુરા ગામના ખેડૂતોને સાથે રાખી I.O.C.L કંપનીની લાઈનનું ખેડૂતોને પૂરતું વળતર નહિ આપતા લાઈન અટકાવવા કલમ 506 અને પી.એમ. એકટની કલમ 15 હેઠળ કાર્યવાહી કરવા બાબતે 21,12,13,756 રૂપિયાની આપવામાં આવેલ હતા.

જેની સુનવણીની કાર્યવાહી 8 જુલાઈ 2021ના રોજ I.O.C.L કંપની કોયલી જવાહર નગર ઓફિસર કલેકટરની કચેરીમાં રાખવામાં આવી હતી. આ બાબતની જાણ ગુજરાત પ્રદેશ વિઠ્ઠલભાઇ દુધાત્રા તથા બી.કે.પટેલ મહામંત્રીને કરવામાં આવી હતી.

જે બાબતે 8 જુલાઈ 2021ના રોજ પ્રદેશ મંત્રી આર.કે.પટેલ તથા ઠાકોરભાઈ કોયલી મુકામે હાજર રહી અધિક કલેકટર ભરતભાઇ સાથે બેઠક કરી ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય કિસાન સંઘ તાલુકાના તથા ભરૂચના કાર્યકર્તા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...