બદલી:પાદરાની મામલતદાર કચેરી અને તેની શાખાના 9 કર્મીઓની આંતરિક બદલી

પાદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 નાયબ મામલતદાર, 5 રેવન્યુ તલાટી અને 1 કારકૂનની બદલી

પાદરા મામલતદાર કચેરી અને તેના તાબામાં આવેલી વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસુલી તલાટીની બદલીનો હુકુમ કરવામાં આવ્યો છે. પાદરામાં હાલ મામલતદાર કચેરી ઇન્ચાર્જ મામલતદારની નિમણુકથી ચાલી રહી છે. પાદરામાં 9 લોકોની આંતરિક બદલીના હુકુમ કરવામાં આવ્યા છે. મામલતદાર કચેરી અને તેની અન્ય શાખામાં ફરજ બજાવતા 9 લોકોની સામુહિક બદલીનો હુકુમ કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે હાલ પાદરા તાલુકામાં મામલતદાર કચેરીમાં સ્થાયી મામલતદારની જરૂર છે. પરંતુ હાલ ઇન્ચાર્જ મામલતદારના વહીવટ હેઠળ કચેરી ચાલી રહી છે. બીજી તરફ પાદરા કસ્બા તલાટીમાં 3ની મહેકમ સામે માત્ર એકની ભરતી કરી કામ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આવા સમયમાં ઇન્ચાર્જથી અને ઓછા સ્ટાફ સાથે કામ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પાદરા મામલતદાર કચેરીમાં ખાલી પડતી જગ્યાઓમાં ભરતી કરવા લોકમાગ ઉઠવા પામી છે.

ઓછા સ્ટાફના કારણે નગરજનો અને તાલુકાની જનતાને ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. પાદરા કસ્બા તલાટીની બદલીથી નગરજનોમાં ખુશીનો માહોલ જોવાયો છે. જેમાં 3 નાયબ મામલતદાર, 5 રેવન્યુ તલાટી અને 1 કારકુનનો સમાવેશ થાય છે. બદલી થયેલ અધિકારીઓમાં 1. બી.પી.ડામોર – સર્કલ ઓફીસ, 2. ડી.સી.મસાણી – નાયબ મામલતદાર (મ.ભ.યો,વ), 3. પુનમ કે.ચૌધરી – નાયબ મામલતદાર (દબાણ-1, ઇન્ચાર્જ ઈ), 4. રશ્મીતા કે પલાસ – કારકુન, 5. કિશોર એમ પ્રજાપતિ – રેવન્યુ તલાટી, 6. અમૃત એન ઝાલા – રેવન્યુ તલાટી, 7. નિરાલી રજનીકાંત ગાંધી – રેવન્યુ તલાટી, 8. જયેશ કે પરમાર – પાદરા કસ્બા રેવન્યુ તલાટી, 9. કરણ વ. પટેલ – રેવન્યુ તલાટીનો સમાવેશ થાય છે.

જ્યારે પાદરા મામલતદાર કચેરી ખાતે 7 જગ્યાઓ હાલ ચાર્જમાં ચલાવવામાં આવી રહી છે. જે જગ્યાઓ હાલ ખાલી પડેલ છે. જેમાં મામલતદાર, પુરવઠા વિભાગ, વહીવટી વિભાગ, સર્કલ ઓફિસર મોભા, મધ્યાહન ભોજન, દબાણ શાખા, કારકુનની જગ્યા હાલ ઈન્ચાર્જમાં ચાલી રહી છે. જેથી પાદરા શહેર તાલુકાની જનતાને ખુબ તકલીફ વેઠવાનો વારો આવે છે. જેથી સત્વરે આ ખાલી જગ્યાઓમાં યોગ્ય અધિકારીની નિમણુંક કરવામાં આવે તેવી લોકમાગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...