ઉદ્દઘાટન:ગ્રામીણ કક્ષાના બાળકોને સારા શિક્ષણ માટે પાટોદમાં નવીન વિદ્યાલયનું ઉદ્દઘાટન

પાદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાદરાના પાટોદ ગામે ગુજરાત સરકારના મંત્રી મનીષાબેન વકીલ દ્વારા શબરી વિદ્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

છેલ્લા 43 વર્ષથી વડોદરા-વાસણા રોડ સ્થિત અય્યપ્પા એજ્યુકેશન સેન્ટર સંચાલિત શબરી વિદ્યાલય વડોદરા દ્વારા બે હજારથી વધુ વિધાર્થીઓને પ્લે સેન્ટરથી ધોરણ 12 સુધી કોમર્સ અને સાયન્સનું ઈંગ્લિશ મીડિયમનું શિક્ષણ પૂરું પાડે છે. ત્યારે સંસ્થા અને ટ્રસ્ટીઓ દ્વારા ગ્રામ્ય કક્ષાના બાળકોને સસ્તું, સારૂ અને ગુણવત્તા ભર્યું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મળે તે હેતુસર પાદરાના પાટોદ ગામે નવી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ગુજરાત સરકારના મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાળાના નવા બિલ્ડીંગનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા, પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર, જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા, વડોદરા મહાનગર સેવા સદનના દંડક ચિરાગ બારોટ, પાટોદ ગામ ના સરપંચ સહિત પાદરા નગર ભાજપા પ્રમુખ કૌશિકભાઈ પટેલ, મહામંત્રી અર્પિત ગાંધી, યુવા મોરચા પ્રમુખ કરણસિંહ રાઠોડ સહિત વિદ્યાર્થીઓ-વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરવામાં આવી હતી. બાદમાં આવેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. જ્યાં શબરી વિદ્યાલયના મેનેજમેન્ટ દ્વારા સ્કૂલનું રિઝલ્ટ અને સિદ્ધિઓ વિશેની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...