આત્મહત્યા:વિશ્રામપુરામાં નશાની લત બાબતે ટોકતાં યુવકે ઝેરી દવા પી લીધી

પાદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતા અને પત્નીએ બહાર જવાની ના કહેતાં પગલું ભર્યું
  • યુવનને ગંભીર હાલતમાં મહુવડની હોસ્પિટલમાં ખસેડાયો

પાદરાના વિશ્રામપુરા ગામે 30 વર્ષના યુવકને નશો કરવાની ટેવ હોઇ પિતા અને પત્નીએ બહાર જવાની ના કહેતાં રોગર નામની ઝેરી દવા પી લેતાં તેને ગંભીર હાલતમાં મહુવડની ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ છે. પોલીસે જાણવાજોગ નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાદરાના વિશ્રામપુરામાં ગ્રામ પંચાયતની બાજુમાં રહેતા વિનયકુમાર બીપીનભાઈ પટેલ, ઉ. વ. 30ને દારૂનો નશો કરવાની ટેવ હતી. આથી પત્ની અંજલીબેન તેમજ પિતા બીપીનભાઈએ તેને ઘરની બહાર જવાની ના કહેતાં મનમાં લાગી આવતાં તેણે રોગર નામની ઝેરી દવા પી લીધી હતી.

તાત્કાલિક તેને નજીકની સહયોગ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે વિનયકુમાર પટેલ ખેતી કરે છે અને તેમના પિતા બિપિનભાઈ ગામમાં ઘરઘંટી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. વિનયકુમારને છેલ્લા ઘણા સમયથી દારૂનો નશો કરવાની ટેવ હોઇ ગુરુવારે વહેલી સવારે 10 વાગે પિતા અને પત્નીએ ઘરની બહાર નહીં જવાનું કહેતાં તેને લાગી આવતાં રોગર નામની ઝેરી દવા પી લીધી હતી. હાલ તેની હાલત ગંભીર છે.

અન્ય સમાચારો પણ છે...