પાદરાના આંતી ગામે બે માળના મકાનમાં રાત્રિ દરમ્યાન જમી પરવારી સૂઈ ગયેલા પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. સોના-ચાંદીના દાગીના, રોકડા મળીને રૂા. 13.45 લાખની મતાની ચોરી કરી તસ્કર ટોળકી પલાયન થઈ ગઈ હતી. પાદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી એફ એસ એલ ફિંગર પ્રિન્ટ, ડોગ સ્કોડની મદદ લઇ વધુ કાર્યવાહી કરી હતી.
પાદરાના આંતી ગામે ખેતરમાં આંતિથી સાધી જવાના રોડ પર અહેમદભાઈ રસુલભાઈ મલેકનું બે માળનું મકાન આવેલું છે. ગઈકાલે રાત્રિના પરિવાર સાથે મોડા સુધી રાત્રિના બેઠા હતા. ત્યારબાદ સુઈ ગયા હતા. મુખ્ય દરવાજાને તાળાની ચાવી મારી ખાટલામાં ઓશિકાની નીચે મૂકી હતી. ત્યારબાદ વહેલી સવારના 6 કલાકે સહેનાઝ બીબી ઉઠેલા હતા અને ઓશિકા નીચે મુકેલ ચાલી મળી ના હતી અને દરવાજો જોતા નીચે લાકડાની જાળી ખુલ્લી અને તાળું ખોલીને નીચે મૂકેલું હતું. અંદરથી સ્ટોપર મારેલું હતું અને રૂમમાં જતા રૂમમાં મુકેલ તીજોરીના દરવાજા ખુલ્લા હોઇ અને ભોંય તળિયે ગોદડા અને સર સામાન વેરણછેરણ હતો.
ઘરમાં ચોરી થયાનું જણાતા બુમાં બૂમ કરતા પરિવારના અન્ય સભ્ય ભેગા થઇ ગયા હતા. તેમજ ઘરમાં આવેલ અન્ય તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને તીજોરીના નીચેના ભાગે સોના-ચાંદીના પતરાની પેટી પણ જોવા નહીં મળતાં ચોર ટોળકી સોના-ચાંદીના બુટ્ટી, ચેન, પાયલ, વીંટી, રોકડમાં મુકેલા નોટોના બંડલો કોઈ ઈસમ ચોરી કરી લઇ ગયેલ હોવાની જાણ થઈ હતી. જેથી પાદરા પાદરા પોલીસ મથકે એમદભાઈ રસુલભાઈ મલેકે ચોરીની ફરિયાદ નોંધાવતા પાદરાના પી.આઈ સંતોષ ધોબી ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોરી થયેલી વસ્તુઓ
પતરાની પેટીમાં મુકેલા રોકડા 10,00,000 તેમજ 2 લાખ સોના-ચાંદીના દાગીના, સોનાની બુટ્ટી નં-3 રૂા.40,000, સોનાની ચેન રૂા. 40 હજાર, ચાંદીના પાયા રૂા. 5000, નાના છોકરાની વીટી નંગ 6 રૂા. 20,000, સોનાની લક્કી 1 રૂા. 40હજાર મળી કુલ 13,45,000ની મતાની ચોરી થઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.