છેડતી:રણુમાં યુવકે યુવતીને કાંકરો મારી ઘર આંગણે હાથ ખેંચ્યો

પાદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરના ઓટલા પર બેસેલી યુવતીની છેડતી કરી

પાદરાના રણુ સ્ટેશન પાસે હસમુખભાઈની ચાલીમાં રહેતી 16 વર્ષની યુવતી ઘરના ઓટલા પર બેસી મોબાઈલ ફોનથી સાસુ કૈલાસબેન સાથે વાતચીત કરતી હતી. તે દરમ્યાન ઘરની નજીક રહેતો પૂનમ તુલસીદાસ રાઠોડ ઘર પાસેથી જતો હતો. તે દરમ્યાન કાંકરો મારી યુવતીની નજીક જઈને હાથ ખેંચતા યુવતીએ બુમો પાડતા ઘરના કુટુંબીજનો આવી ગયા હતા. યુવતીના કુટુંબીજનો પૂનમ રાઠોડને ઠપકો આપતા કુટુંબી પરિવાર સાથે ઝપાઝપી કરી હતી.

અગાઉ પણ છેડતી કરેલી હતી. પરંતુ રૂા.300ના સ્ટેમ્પ પેપર પર 12 એપ્રિલ 2021ના રોજ બાંહેધરી કરાર લખી આપતા જેતે વખતે કોઈ ફરિયાદ કરેલ ન હતી. પાદરા પોલીસ મથકે યુવતીએ આપેલી ફરિયાદના આધારે યુવક પૂનમ તુલસી રાઠોડની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...