તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાદરામાં બાઈક પાછળ બેઠેલી મહિલા પડી જતાં સારવારમાં મોત

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને માથાને ભાગે ગંભીર ઇજાઓ થઇ
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી કરી

પાદરાના સાદરા ગામે રહેતા વિનોદભાઈ મેળસંગ ગોહિલનાઓ કંપનીમાં રજા હોય, ધનુબેન મેળસંગભાઈ ગોહિલને માસીના ત્યાં જવું હોય સાદરાથી પીંગલવાળા જવા મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. ત્યારે પરત સાદરા ગામે ઘરે પરત આવવા નીકળી તે દરમિયાન પાદરા કરજણ રોડ પર કોઠવાડા ગામ પાસે મધુબેન મોટરસાયકલ ઉપરથી રોડ પર ધડાકાભેર પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહીની નીકળતા ખાનગી વાહનમાં પ્રથમ પ્રાથમિક સારવાર કરજણ ખાતે કરાવી વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...