પાદરાના ગવાસદ ગામે લીંબુ ના ઝાડ કાપ્યા તેમ તને કાપી નાખીશું તેમ કહી લોખંડની પાઇપ મારતાં ગંભીર ઇજા થતાં વડું સારવાર લીધા બાદ વડોદરાની એસએસસીમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. પોલીસે ફરિયાદના આધારે ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી પાદરા ગવાસદ ગામે નવીનગરીમાં રહેતા અર્જુન સનાભાઇ માળી ઘરની બહાર અડારી પાસે બેઠા હતા.
તે દરમિયાન ગામના કાળીદાસ માળી મોટરસાઇકલ પર આવેલા નવીનગરીમાં જોતાં-જોતાં ગયેલ હતા. થોડીવારમાં પાછા ફરી આવી ‘તું વધારે પડતો ભાઈલાલ સાથે દોડે છે, તેમજ જેવા લીંબુના છોડ કાપેલ છે તેવી રીતે તમને પણ કાપી નાખીશ’ તેવી ધમકી આપી ‘જેવી રીતે 22 ગુંઠા જમીન લીધેલી છે, તેવી રીતે 115 ગુઠા પણ લઈ લઈશું’ તેમ અર્જુને કાળીદાસ માળીને કહેતા ‘એ મારો પ્રશ્ન નથી, તારો અને ભાઈલાલનો પ્રશ્ન છે’ એમ કહેતા ઉશ્કેરાઇ જઇ લોખંડની પાઇપ લઈ અર્જુનને હાથના પંજા પર મારી દેતા 108માં પ્રથમ સારવાર વડુ સરકારી દવાખાને લઇ વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં ખસેડવામાં આવ્યો હતો.
અર્જુને વડુ પોલીસ મથકે આપેલી ફરિયાદના આધારે કાળીદાસ જેઠાભાઈ માળી, કિરણ કાળીદાસ માળી કરણ રાજુ માળી, ઝાલમ કાળીદાસ માળી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.