ભાસ્કર વિશેષ:પાદરા - વડુમાં ધુળેટીને લઈ છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળી

પાદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરા - વડુ પંથકમાં હોળી ધુળેટી પર્વને લઈને રંગનો ઉત્સવ ઉજવવા માટે નગરજનોમાં ભારે  ઉત્સાહ જોવા મળી રહ્યો છે. - Divya Bhaskar
પાદરા - વડુ પંથકમાં હોળી ધુળેટી પર્વને લઈને રંગનો ઉત્સવ ઉજવવા માટે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
  • જિલ્લામાં સોમવારે હોળી બાદ રંગપર્વની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ

પાદરા - વડુ પંથકમાં હોળી ધુળેટીના રંગ પર્વની ઉજવણી અર્થે પાદરામાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. હોળી પર્વ નિમિત્તે ધાણી - ચણા - ખજૂરની દુકાનોમાં ઘરાકી જોવા મળી હતી. તહેવારની ઉજવણી માટે પાદરા - વડુ પંથકમાં વિવિધ ગામોમાં હોળી માટે હાથે વણેલી ઘઉંની તૈયાર સેવ ધાની - ચણા - ખજુરની ધૂમ ખરીદી માટે અંતિમ દિવસે નગરજનોએ પડાપડી કરતાં જોવા મળ્યા હતા. ઉપરાંત બાળકો માટે જાતજાતની અને ભાત ભાતની સાંકડો આકાર પ્રકારની પિચકારીઓ ખરીદવા પાદરાના બજારમાં છેલ્લી ઘડી સુધી ખરીદી માટે જોવા મળી હતી.

પાદરા - વડું પંથકમાં હોળી ધુળેટીના તહેવાર નજીક આવતા અવનવી પિચકારીઓ જોવા મળી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસ સુધી પિચકારી બજારમાં સ્ટોલ લાગી ગયા છે. આજે દિવસ દરમિયાન ઘરાકી જોવા મળી હતી. પિચકારી બજારમાં સ્ટોર ઉપર અવનવી ડિઝાઇન વાળી પિચકારીઓ વેચાઈ રહી છે. નાના બાળકો માતા પિતાને પિચકારી ખરીદવા અર્થે જોવા મળી રહ્યા હતા. પાદરાના મુખ્ય બજારોમાં છેલ્લી ઘડીએ હોળી ધૂળેટી પર્વને લઈને ખરીદી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ઉજવણી કરવા માટે ભારે થનગનાટ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...