તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:પાદરા તાલુકામાં વધુ 17 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઇ, કુલ કેસ 3421

પાદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનામાં બિનસત્તાવાર રીતે 20થી વધુ લોકોના શંકાસ્પદ મોત નિપજ્યા

પાદરા શહેર-તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારીના સંક્રમણ પર કાબુ મેળવવામાં તંત્ર હજુ સફળ થયું નથી. પરંતુ પોઝિટિવ દર્દીઓના આંકડા ઉપર તંત્રે કાબુ મેળવી લીધો હોય તેમ અંશો દેખાઈ રહ્યા છે. પાદરા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત કોરોનામાં 20થી વધુ લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા હોવાની બિનસત્તાવાર રીતે જાણવા મળેલ છે.

જ્યારે વધુ 17 લોકો કોરોના સંક્રમિત થયા હોવાની માહતી આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળી છે. પાદરામાં કોરોનાની સંખ્યા 3421 ઉપર પહોંચી છે. પાદરામાં 24 કલાકમાં 442 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 17 પોઝિટીવ અને 425 નેગેટીવ આવ્યા હતા. જાસપુરના મુક્તિધામમાં બે લોકોના કોરોનાના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પાદરાના વકીલ ઈશ્વરસિંહ પઢીયારનું કોરોનાની સારવાર દરમિયાન મોત
પાદરાના જાણીતા વકીલ ઇશ્વરસિંહ યુ. પઢીયાર 20 દિવસથી બીમાર હતા. અને કોરોના પોઝિટિવ આવતા તેમને ક્રોસ રોડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં તેમની તબિયત વધુ બગડતા વાસણા રોડ પરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં પણ તબિયત વધુ બગડતા શનિવારે તેઓનું મૃત્યુ થયું હતું.

તેમની સ્મશાન યાત્રામાં વકીલોઓ, અગ્રણીઓ તેમજ પાદરા નગર પાલિકાના પ્રમુખ મયુરસિંહ ઝાલા તેમજ મદદનીશ પ્રવક્તા પ્રતિનિધિ ચૈતન્યસિંહ ઝાલા, તથા કારોબારી ચેરમેન નયન ભાવસાર જોડાયા હતા અને સૌએ શ્રદ્ધાંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો