તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:પાદરામાં SOGએ સોખડા ખૂર્દ-બિલ ગામ પાસેથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો

પાદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરામાં એસઓજીએ શંકાસ્પદ સરકારી અનાજના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા - Divya Bhaskar
પાદરામાં એસઓજીએ શંકાસ્પદ સરકારી અનાજના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા
  • ખરાઈ કરવામાં પુરવઠા વિભાગનો ગોળ ગોળ જવાબ મળ્યો
  • બેની અટકાયત, સોખડાની સરકારી અનાજની દુકાનમાં પણ તપાસ હાથ ધરાઈ

ગતરાત્રે વડોદરા એસઓજી પોલીસે પાદરાથી સોખડા ખૂર્દ અને બિલ ગામ વચ્ચેથી પસાર થતો એક પીક અપ શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. તેની તપાસ કરતા તેમાં શંકાસ્પદ સરકારી અનાજ હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર ઘટનાના પગલે એસઓજી પોલીસે શંકાસ્પદ અનાજના જથ્થાને ઝડપી પાદરા પોલીસે લાવવામાં આવ્યો હતો. જેમાં બે લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. ચીમન હરિરામ મહેશ્વરી, રહે દરજી કોલોની, દશરથ રતનલાલ મહેશ્વરી, શિવમ સોસાયટી પાદરાની પોલીસે ધરપકડ કરી છે.

શું પુરવઠા વિભાગ ધારે તો આ ગોડાઉનનું તાળું ના તોડી શકે?
સમગ્ર ઘટનાના પગલે આ અનાજ સરકારી છે કે કેમ તે બાબતે તપાસ કરવા અને તેનો અભિપ્રાય મેળવવા માટે એસઓજી પોલીસે પાદરા મામલતદાર પુરવઠા વિભાગને લેખિતમાં જાણ કરી હતી. જેમાં પાદરા પુરવઠા અધિકારી દ્વારા તમામ પ્રકારે તપાસ કરવામાં આવી હતી. સોખડા ગામે આવેલ એક સરકારી અનાજની દુકાનમાં પણ તપાસ કરવામાં આવી હતી. જ્યાં પોલીસે શંકાના આધારે કયા ગોડાઉન ઉપરથી માલ નીકળ્યો છે તેની પણ શંકાસ્પદ રીતે જાણકારી આપી હતી. છતાં પણ પાદરા પુરવઠા વિભાગે આ તપાસ કરવામાં કલાકો વિતાવ્યા હતા અને મીડિયાને પણ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. જ્યારે અનેક ત્યારે અનેક સવાલો આ ઘટનામાં ઉભા થઇ રહ્યા છે. શું પુરવઠા વિભાગ ધારે તો આ ગોડાઉનનું તાળું ના તોડી શકે? તો બીજી બાજુ જે દુકાનદારનું નામ બહાર આવ્યું છે તે દુકાનદારનો સરકારી અનાજનો સ્ટોક ચેક ના કરી શકે? તેવી ચર્ચાએ પાદરાની અંદર ભારે જોર પકડ્યું છે. ક્યાંકને ક્યાંક પાદરા પુરવઠા વિભાગની કાર્યવાહી શંકાના ઘેરામાં જોવા મળી રહી છે. ગરીબોના હકનું આ અનાજ પુરવઠા વિભાગ સગેવગે થતું ન પકડી શકે પરંતુ જ્યારે પોલીસ આ પ્રકારની સરાહનીય કામગીરી કરતી હોય તો પછી પુરવઠા વિભાગ સામે અનેક સવાલો ઊભા થાય છે.

જોકે કલાકો બાદ પણ પાદરા પુરવઠા વિભાગ દ્વારા ખરાઇ કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા અને મીડિયાને ગોળ ગોળ જવાબ આપ્યા હતા. ત્યારે આ જ પ્રકારનું કેટલું અનાજ સગેવગે પાદરા તાલુકામાથી થતું હશે અને પુરવઠા વિભાગ આંખ આડા કાન કરતું હશે તે પણ એક મોટો સવાલ બની બેઠો છે. શું આ અનાજની યોગ્ય તપાસ ખરેખર થશે કે સરકારી છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે. અંતે એસઓજી પોલીસના કર્મચારી પાંચ વાગ્યા સુધી પાદરા પુરવઠા વિભાગની રાહ જોતી રહ્યા હતા. ત્યારે પુરવઠા વિભાગ આ પ્રકારની તપાસ કરવામા કેમ નિષ્ફળ થાય છે તે એક મોટો સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...